દેશમાં Mpox નો કહેર જોવા મળી રહ્યો છે. એવામાં Mpox ને લઈને ચિંતાજનક સમાચાર કેરળથી સામે આવ્યા છે. કેરળમાં દેશનો બીજો Mpox કેસ સામે આવ્યો છે. કેરળના મલપ્પુરમમાં સારવાર લઈ રહેલા 38 વર્ષીય પુરુષનો Mpox નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નક્કી કરવામાં આવેલા તબીબી પ્રોટોકોલ અનુસાર તેની સારવાર કરાઈ રહી છે. આ ભારતમાં બીજો પુષ્ટિ થયેલ Mpox કેસ રહેલ છે.
આ મામલામાં કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મલપ્પુરમના 38 વર્ષીય વ્યક્તિ દ્વારા UAE થી પરત આવ્યો હતો. તેનો ટેબો ટેસ્ટ કરાયો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો. ફેસબુક પરની એક પોસ્ટમાં વીણા જ્યોર્જ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે, જો કોઈને Mpox લક્ષણો જણાય તો સારવાર માટે જાય અને આરોગ્ય વિભાગને આ બાબતમાં જાણ કરે.
તેની સાથે આરોગ્ય પ્રધાન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં જ વિદેશથી પરત ફર્યો છે તે વ્યક્તિમાં બીમારીના લક્ષણો જોવા મળી રહ્યા હતા. અસ્વસ્થતા અનુભવ્યા બાદ તેને પહેલા એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને પછી મંજેરી મેડિકલ કોલેજમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના સેમ્પલ કોઝિકોડ મેડિકલ કોલેજમાં ટેસ્ટ માટે મોકલી દેવાયા હતા. ભારતમાં પ્રથમ કેસ નવ દિવસ પહેલા સામે આવ્યો હતો. પશ્ચિમ આફ્રિકાથી દિલ્હી પરત આવેલા એક યુવાનમાં Mpox નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની હાલત પણ સ્થિર રહેલ છે અને વાયરસના ફેલાવાને રોકવા માટે તેને આઈસોલેશનમાં રખાયો છે.
MPOX ને વાયરસને લઈને જણાવી દઈએ કે, એમપોક્સ ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયેલા વાઇરસને લીધે થાય છે, પરંતુ તે નજીકના શારીરિક સંપર્ક દ્વારા પણ તે ફેલાય છે. આ સિવાય તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ચામડીના જખમ જેવા કે મોટા ફોડલાઓનું કારણ રહેલ છે.
તેની સાથે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) માં નવા ક્લેડ 1b સ્ટ્રેનના કેસોમાં વધારાથી ચિંતિત રહેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 14 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જે નજીકના દેશોમાં ફેલાય છે. કોંગોમાં Mpox સામે રસીકરણ અભિયાન 2 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. જ્યારે 2022 રોગચાળો ક્લેડ 2 દ્વારા થયેલ હતો જે હજુ પણ પશ્ચિમ સહિત ઘણા દેશોમાં પ્રસરી રહ્યો છે. તેમ છતાં ડીઆરસીમાં રોગચાળો ક્લેડ 1 સ્ટ્રેઈનને લીધે થાય છે અને આ પેટાજૂથના નવા પ્રકાર, કલેડ 1b ના ઉદભવ સાથે પરિસ્થિતિ વધુ જટિલ બનેલ છે. વેરિઅન્ટના ચેપના સ્તરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ રહેલ છે. ડબ્લ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ક્લેડ 1 બીના કેસોમાં ઝડપી વધારો થયો છે, પરંતુ “પ્રમાણમાં ઓછા મૃત્યુ” નીપજ્યા છે. આ અગાઉ Mpox તરીકે ઓળખાતો આ વાયરસ 1958 માં ડેનમાર્કમાં સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં મળ્યો હતો. તે સૌથી પહેલા 1970 ના દાયકામાં ઝાયરમાં મનુષ્યોમાં જોવા મળ્યો હતો જે ડીઆરસીનું ભૂતપૂર્વ નામ રહેલું હતું.