Dhruvi Patel એ જીત્યો ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’ નો તાજ જીત્યો, બોલિવૂડ અભિનેત્રી બનવાનું છે સપનું

Amit Darji

અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ ની વિદ્યાર્થીની Dhruvi Patel એ ‘મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024’ નો તાજ પોતાના નામે કરી લીધો છે. તે આ સિદ્ધિથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત રહેલ છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ 2024’ એ ભારતની બહાર સૌથી લાંબી ચાલનારી ભારતીય સ્પર્ધા છે. આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવી દ્વારા બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

Dhruvi Patel દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં તાજ પહેર્યા બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એક અવિશ્વસનીય સન્માન છે. આ એક તાજ કરતાં વધુ છે “ આ મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તર પર અન્ય લોકોને પ્રેરણા આપવાની તક નું પ્રતિનિધિત્વ કરે છે.’

તેની સાથે વધુમાં તેણે જણાવ્યું કે, કોઈપણ સ્પર્ધા વિશે સૌથી સામાન્ય બાબત એ હોય છે કે, તેમાં માટે એક જ વિજેતા હોય છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ 2024’ ની આ સ્પર્ધામાં સુરીનામ ની લિસા અબ્દોએલહકને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે નેધરલેન્ડની માલવિકા શર્માને આ રેસમાં બીજી રનર અપ જાહેર કરાઈ હતી. મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુઆન માઉટ વિજેતા રહી હતી. જ્યારે  સ્નેહા નામ્બિયાર પ્રથમ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર સેકન્ડ રનર અપ રહી હતી. તેની સાથે કિશોર યાદીમાં ગ્વાડેલુપની સિએરા સુરેટને ‘મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડ વાઈડ’ નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંહ અને સુરીનામની શ્રદ્ધા ટેડજો ને પ્રથમ અને દ્વિતીય રનર્સ અપ જાહેર કરાઈ હતી.

31મી વર્ષગાંઠની ઉજવણી કરતી સ્પર્ધા

આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ‘ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી’ દ્વારા કરવામાં આવે છે અને તેની અધ્યક્ષતા ભારતીય-અમેરિકન નીલમ અને ધર્માત્મા સરનની પાસે રહેલ છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે આ સ્પર્ધા તેની 31 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.

Share This Article
Leave a comment