Bangladesh માં શેખ હસીનાના રાજીનામા બાદ દેશના વિવિધ વિસ્તારોમાં હિંસા ઉમટી આવી હતી. કેટલીક જગ્યા પર તોડફોડ અને કેટલીક જગ્યાએ આગચંપીના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે હવે બાંગ્લાદેશથી કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. દેશનાં કોઈ શહેરમાં દરરોજ હુમલા અને હિંસાની ઘટનાઓ હજુ પણ ઘટી રહી છે. એવામાં આજે રાષ્ટ્રીય મસ્જિદમાં એક હિંસક અથડામણ ની ઘટના સામે આવી હતી. જેમાં રાજધાની ઢાકામાં નમાઝ દરમ્યાન એક મસ્જિદમાં મારામારીની ઘટના ઘટી હતી. જેમાં નમાઝીઓને ઈજા પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઢાકામાં શુક્રવારના એટલે આજે નમાજ દરમિયાન રાષ્ટ્રીય મસ્જિદ બૈતુલ મોકરમ ખાતે બહુમતી મુસ્લિમ સમુદાયના વિવિધ સંપ્રદાયો વચ્ચે સર્વોચ્ચતા માટે મારામારીની ઘટના સર્જાઈ હતી. અવામી લીગના સમર્થકો પર તોડફોડ નો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, શાહી ઈમામ ની પોસ્ટને લઈને બે જૂથો વચ્ચે આ હિંસા ફાટી નીકળી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, તેમાં સામેના વ્યક્તિ પર ચંપલ અને ચંપલ, ખુરશી અને ટ્રે સહિત જે કંઈ પણ મળી રહ્યું હતું તેનાથી હુમલો કરવામાં આવી રહ્યો હતો.
તેની સાથે આ ઘટનાને લઈને ઢાકાની બેતુલ મુકરમ જામા મસ્જિદમાં શાહી ઇમામના પદ પર બે જૂથ દ્વારા પોતપોતાના દાવા કરવામાં આવી રહ્યા છે અને આજે બંને જૂથો વચ્ચે મસ્જિદની અંદર કોઈ બાબતને લઈને જોરદાર ઝઘડો થયો હતો. આ અથડામણમાં 50 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન ખતીબ મુફ્તી વલીઉર રહેમાન ખાન દ્વારા શુક્રવારની નમાજ પહેલા ઉપદેશ આપવામાં આવી રહ્યો હતો. તે સમયે પૂર્વ ખતીબ મુફ્તી રૂહુલ અમીન તેમના અનુયાયીઓ સાથે મસ્જિદ પહોંચ્યા અને માઈક્રોફોન છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેના લીધે ખતીબ વલીયુર અને રૂહુલના અનુયાયીઓ વચ્ચે મુકાબલો થયો હતો. તેના લીધે શારીરિક હુમલો થયો જેમાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી.