ઈંગ્લેન્ડના અનુભવી સ્પિનર Adil Rashid એ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડે મેચ દરમિયાન ઇતિહાસ રચીને એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. આદિલ રશિદે વનડેમાં 200 વિકેટ લેનારો ઈંગ્લેન્ડ નો પ્રથમ સ્પિનર બની ગયેલ છે. રશિદ પહેલાથી જ આ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહેલ છે. 111 સાથે મોઈન અલી અને 104 વિકેટ સાથે ગ્રીમ સ્વાન એવા બે સ્પિનર રહેલા છે જેમણે ઈંગ્લેન્ડ માટે ODI માં 100 થી વધુ વિકેટ પ્રાપ્ત કરી છે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લે ખાતે રમાઈ રહેલી બીજી ODI મેચ દરમિયાન Adil Rashid દ્વારા તેની છઠ્ઠી ઓવરમાં ગ્લેન મેક્સવેલ ને આઉટ કરતાની સાથે જ ODI માં 200 વિકેટ પૂર્ણ કરીને આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. આદિલે મેચમાં બે વિકેટ પ્રાપ્ત કરી હતી. મેક્સવેલ સિવાય તેમણે એડમ ઝામ્પા ની વિકેટ પણ લીધી હતી. ઈંગ્લેન્ડે આવી રીતે ઓસ્ટ્રેલિયા ને પ્રથમ ઇનિંગમાં 44.4 ઓવરમાં 270 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું.
વનડેમાં 200 વિકેટ લેનારો ઈંગ્લેન્ડ નો ત્રીજો બોલર
Adil Rashid તેની સાથે જ ડેરેન ગફ અને જેમ્સ એન્ડરસન ની યાદીમાં સામેલ થઈ ગયા જેમના નામે વનડેમાં 200 વિકેટ લેવાની સિદ્ધિ નોંધાયેલી હોય. આદિલ આવું કરનાર ઈંગ્લેન્ડ નો ત્રીજો બોલર રહેલ છે. ઓવરઓલ આદિલ આ સિદ્ધિ મેળવનાર 12 મો સ્પિનર રહેલ છે. આદિલ આ યાદીમાં બાંગ્લાદેશના અબ્દુર રઝાકથી પાછળ રહેલ છે જેમની વનડેમાં 207 વિકેટ રહેલ છે. તેમ છતાં આદિલ ને મુથૈયા મુરલીધરન નો વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડવામાં સમય લાગશે. મુરલીધર ના નામે 534 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલ છે.
આદિલ રશીદ 137 ODI ઇનિંગ્સમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આવી રીતે તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો સૌથી ઝડપી બોલર બની ગયો છે. સકલૈન મુશ્તાક અને શેન વોર્ને તેમના કરતા ઓછી ઇનિંગ્સમાં ODI માં 200 વિકેટ લીધી હતી. સકલેન અને વોર્ને અનુક્રમે 104 અને 125 મેચમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આદિલે 2009 માં T-20 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેમ છતાં તે 2015 થી ઈંગ્લેન્ડ માટે એક મહત્વપૂર્ણ સ્પિનર તરીકે ઉભરીને આવ્યા હતા અને તેમણે 2019 માં ટીમને ODI વર્લ્ડ કપ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.