શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ અને અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કોરિયોગ્રાફ કરી ચૂકેલા Jani Master ની 21 વર્ષની મહિલા ના જાતીય શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ છે. જાની માસ્ટરની મહિલા સાથીદાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કોરિયોગ્રાફરે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ કેસમાં સાઇબરાબાદ પોલીસ દ્વારા જાની માસ્ટર પર પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. શેખ જાની બાશા ઉર્ફે જાની માસ્ટરે ગઈ કાલના પોલીસ કસ્ટડીમાં એક મહિલાનું જાતીય શોષણ કર્યું હોવાની કબૂલાત પણ કરવામાં આવી હતી. એવામાં હવે સમાચાર સામે આવી રહ્યા કે, જાની માસ્ટરની પત્ની આયેશાની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે.
તેની સાથે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પીડિતા દ્વારા હવે પોતાની ફરિયાદમાં Jani Master ની પત્ની આયેશા પર મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતા દ્વારા પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આયેશાએ માત્ર તેની સાથે મારપીટ કરી નથી પરંતુ તેને ધર્મ બદલવા અને કોરિયોગ્રાફર સાથે લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું હતું. તેલુગુ 360 ના અહેવાલ અનુસાર, જાની માસ્ટરની પત્ની આયેશાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરાશે. તમને જણાવી દઈએ કે, જ્યારે જાની માસ્ટર પર આ આરોપ લગાવવામાં આવ્યો ત્યારે પત્ની આયશાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેનો પતિ નિર્દોષ છે અને તે આવો ઘાતકી ગુનો આચરી શકે નહીં. તેણે એમ પણ જણાવ્યું છે કે, જાની માસ્ટર પર લગાવવામાં આવેલા આ આરોપોમાં કોઈ સત્ય રહેલ નથી.
તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુ દરમિયાન આયશાએ યૌન શોષણના આ આરોપોને જાની માસ્ટર વિરુદ્ધનું ષડયંત્ર ગણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘મેં જાની માસ્ટરની સાથે છેલ્લા 14 વર્ષથી લગ્ન કર્યા છે અને અમને કોઈ સંતાન નથી. હું તેમને સારી રીતે જાણું છું. તેમનો સ્વભાવ આવી રીતનો નથી. એટલું જ નહીં, આયેશાએ એમ પણ જણાવ્યું હતું કે, તે મહિલા પહેલા પણ આ મુદ્દાને પણ ઉઠાવી શકતી હતી પરંતુ તેણે આ આરોપ પહેલા લગાવ્યો નથી, તે હવે ફરિયાદ કરી રહી છે.