દેશમાં Mpox નો કહેર જોવા મળી રહ્યો છે. એવામાં Mpox ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આફ્રિકામાં તબાહી મચાવનાર Mpox વાયરસનો વેરીએન્ટ ક્લેડ-1 એ ભારતના કેરળમાં નોંધાયો છે. આ સ્ટ્રેનને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી આ કેસ સામે આવ્યો છે. આ કેસને લઈને જાણવી દઈએ કે, આ સંક્રમિત દર્દી 38 વર્ષીય પુરુષ રહેલ છે જે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત આવ્યો હતો. હાલમાં દર્દીની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. આ બીમારીના લક્ષણો જોવામાં આવ્યા બાદ તેમને તરત જ આઈસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરાઈ હતી.
આ અગાઉ દિલ્હીમાં પણ એક યુવક Mpox થી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. હરિયાણાના હિસારના 26 વર્ષીય યુવકને ટેસ્ટિંગ બાદ Mpox ક્લેડ-2 થી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ક્લેડ-1 થી સંપૂર્ણપણે અલગ કેસ રહેલો હતો. આ યુવક પશ્ચિમ આફ્રિકાના દેશ માંથી પરત ફર્યો હતો.
MPOX ને વાયરસને લઈને જણાવી દઈએ કે, એમપોક્સ ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયેલા વાઇરસને લીધે થાય છે, પરંતુ તે નજીકના શારીરિક સંપર્ક દ્વારા પણ તે ફેલાય છે. આ સિવાય તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ચામડીના જખમ જેવા કે મોટા ફોડલાઓનું કારણ રહેલ છે.
તેની સાથે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) માં નવા ક્લેડ 1b સ્ટ્રેનના કેસોમાં વધારાથી ચિંતિત રહેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 14 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જે નજીકના દેશોમાં ફેલાય છે. કોંગોમાં Mpox સામે રસીકરણ અભિયાન 2 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. જ્યારે 2022 રોગચાળો ક્લેડ 2 દ્વારા થયેલ હતો જે હજુ પણ પશ્ચિમ સહિત ઘણા દેશોમાં પ્રસરી રહ્યો છે. તેમ છતાં ડીઆરસીમાં રોગચાળો ક્લેડ 1 સ્ટ્રેઈનને લીધે થાય છે અને આ પેટાજૂથના નવા પ્રકાર, કલેડ 1b ના ઉદભવ સાથે પરિસ્થિતિ વધુ જટિલ બનેલ છે. વેરિઅન્ટના ચેપના સ્તરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ રહેલ છે. ડબ્લ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ક્લેડ 1 બીના કેસોમાં ઝડપી વધારો થયો છે, પરંતુ “પ્રમાણમાં ઓછા મૃત્યુ” નીપજ્યા છે. આ અગાઉ મંકીપોક્સ તરીકે ઓળખાતો આ વાયરસ 1958 માં ડેનમાર્કમાં સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં મળ્યો હતો. તે સૌથી પહેલા 1970 ના દાયકામાં ઝાયરમાં મનુષ્યોમાં જોવા મળ્યો હતો જે ડીઆરસીનું ભૂતપૂર્વ નામ રહેલું હતું.