ગુજરાત : અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ (CBCA) દ્વારા રમાઈ રહેલી દીવાન બલ્લુભાઈ અંડર-19 મલ્ટી ડે કપ ટુર્નામેન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં Drona Desai દ્વારા એક અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. દ્રોણ દેસાઇ દ્વારા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં 498 રનનો જંગી સ્કોર બનાવતા 30 વર્ષથી વધુ જૂનો રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો છે. તેની સાથે આ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સની ટીમ દ્વારા JL ઇંગ્લિશ સ્કૂલને એક ઇનિંગ અને 712 રનથી હરાવવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ મેચમાં JL ઇંગ્લિશ સ્કૂલ દ્વારા પ્રથમ બેટિંગ કરવામાં આવી હતી. ઝેવિયર્સ સ્કૂલ તરફથી યશ દેસાઇ અને દૈશિન શર્મા દ્વારા 4-4 વિકેટ્સ લેવામાં આવી હતી. ત્યાર બાદ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા JL ઇંગ્લિશ સ્કૂલના બોલર્સની ખુબ ધોલાઈ કરવામાં આવી હતી. ઝેવિયર્સ સ્કૂલની ટીમ દ્વારા 7 વિકેટે 844 રન બનાવવામાં આવ્યા હતા. જેમાં દ્રોણ દેસાઇ દ્વારા 320 બોલમાં 498 રન બનાવવામાં આવ્યા હતા. આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે 86 ચોગ્ગા ફટકાર્યા અને 7 સિક્સર ફટકારી હતી. હતા. ત્યાર બાદ બીજી ઇનિંગમાં જે એલ ઇંગ્લિશ સ્કૂલની ટીમ માત્ર 92 રન બનાવી શકી હતી અને ટીમનો એક ઇનિંગથી હાર મળી હતી.
તેની સાથે વધુ જણાવી દઈએ કે, 498 રનના વ્યક્તિગત સ્કોર સાથે દ્રોણ દેસાઇ દ્વારા અગાઉનો 372 રનનો રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો હતો. દ્રોણના 498 રનનો સ્કોર છેલ્લા 30 થી વધુ વર્ષથી રમાતી આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર રહેલો છે. આ સિવાય સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી હેત દેસાઇ દ્વારા 94 બોલમાં 142 રન બનાવવામાં આવ્યા હતા.
આ બાબતમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (લોયોલા) ના કોચ મિતુલ પટેલ દ્વારા તેમની ટીમના આ શાનદાર પ્રદર્શન બાદ જણાવવામાં આવ્યું હતું કે, દ્રોણ એક શાનદાર ક્રિકેટર છે. સારામાં સારા બોલર સામે પણ બોલને ફટકારવાની તેની ક્ષમતા અદભૂત રહેલી છે. અંડર-14 અને અંડર-16 માં દ્રોણ દેસાઇ જેવા બેટર્સની ક્ષમતા જોતાં આગામી સમયમાં ગુજરાત રાજ્યને સારા ક્રિકેટર્સ મળે તેવી શક્યતા રહેલી છે.