ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષના અંતમાં પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાવનાર આ સીરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ભૂમિકા મહત્વની રહેવાની છે પરંતુ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સનું ધ્યાન આ બે ભારતીય ખેલાડીઓ પર નહીં પરંતુ Rishabh Pant ને રોકવા પર રહેલ છે. પેટ કમિન્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, ઓસ્ટ્રેલીયન ટીમની નજર પંતને રોકવા પર રહેશે.
પેટ કમિન્સ નું કહેવું છે કે, Rishabh Pant તે બેટ્સમેનો માં સામેલ છે તેમની પાસે મેચને બદલવાની ક્ષમતા રહેલી છે એટલા માટે ઓસ્ટ્રેલિયાને આ બેટ્સમેન થી સચેત રહેવાની જરૂરિયાત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના નામથી થનારી ટેસ્ટ સીરીઝની શરૂઆત 22 નવેમ્બરથી પર્થમાં રમાવનારી મેચ થી થશે. ભારતે ઓસ્ટ્રેલિયાથી સતત બે વખત આ સીરીઝ જીત્યું છે અને હવે તેની નજર હેટ્રિક લગાવવા પર રહેશે. ભારતે છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને ટીમને હરાવ્યું હતું અને ગાબા નો ઘમંડ તોડ્યો હતો. આ સીરીઝમાં પંતે ખૂબ જ મહત્વપૂર્ણ નિભાવી હતી.
પેટ કમિન્સ દ્વારા એક સ્પોર્ટ્સ ચેનલથી જણાવવામાં આવ્યું છે કે, ઋષભ પંત એક એવો ખેલાડી છે જેનું છેલ્લી કેટલીક સીરીઝમાં પ્રભાવ રહે છે અને અમારે તેમને શાંત રાખવાનો પ્રયાસ કરવો પડશે. દરેક ટીમમાં એક કે બે ખેલાડી હોય છે જે મેચનો રસ્તો બદલી શકે છે. તમે જાણો છો, અમારી પાસે ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ જેવા ખેલાડીઓ રહેલા છે. મને લાગે છે કે, આ ખેલાડીઓની સાથે તેઓ આક્રમક બનવા જઈ રહ્યા છે. જો તમે થોડું પણ ચૂકો છો તો તે તેના માટે તૈયાર રહેશે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ડિસેમ્બર 2022 માં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં થી રેડ બોલ ફોર્મેટમાં વાપસી કરી છે. ઋષભ પંત 632 દિવસના લાંબા અંતરાલ બાદ ભારત માટે ટેસ્ટ રમવા માટે ઉતર્યા હતા. તેણે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.
ઋષભ પંત દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની તેની છેલ્લી બે ટેસ્ટ સીરીઝમાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ઋષભ પંતે 12 ઇનિંગ્સમાં 62.40 ની પ્રભાવશાળી સરેરાશથી 624 રન બનાવ્યા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 159 રન રહ્યો હતો. તેણે 2021 માં ગાબા ખાતે બીજી ઇનિંગમાં અણનમ 89 રન બનાવ્યા, 32 વર્ષમાં આ મેદાન પર ઓસ્ટ્રેલિયાની પ્રથમ હાર સુનિશ્ચિત કરી અને ભારતને 2-1 થી સીરીઝમાં જીત પણ અપાવી હતી.