હવામાન વિભાગે દેશમાં મેઘરાજાને લઇને કરી મોટી આગાહી, આ રાજ્યોમાં જોવા મળશે ભારે RAIN

Amit Darji

દેશમાં હાલ ચોમાસું અંતિમ તબક્કામાં રહેલું છે તેમ છતાં હાલમાં અનેક રાજ્યોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. તેમાં પણ મુંબઈ અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બુધવારના રોજ ભારે RAIN વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, વરસાદને લઈને મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગઈકાલના બે ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ હતી. તેની સાથે જ ભારે વરસાદના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આજ માટે પણ મુંબઈ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આજે મુંબઈની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવશે અને પોલીસ દ્વારા તમામ નાગરિકોને જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલના ફરી વરસાદની પધરામણી થઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, નવસારી અને સુરતમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. તેના લીધે લોકોને બફારાથી રાહત પ્રાપ્ત થઈ હતી.

હવામાન આગાહી દ્વારા આગામી ત્રણ દિવસમાં મુંબઈ, ગોવા, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરના રોજ વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે છૂટાછવાયા વિસ્તરોમ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં આજે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં ઘણી જગ્યાએ વરસાદ વરસાદ વરસી શકે છે. IMD દ્વારા બે દિવસમાં 22 થી વધુ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે 11 જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેના ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Share This Article
Leave a comment