ઉત્તર પ્રદેશના Hathras માં માનવતાને શરમાવે તેવો મામલો સામે આવ્યો છે. આ મામલાને સાંભળી તમે ચકિત થઈ જશો. ઉત્તર પ્રદેશમાં એક આવાસીય શાળાની પ્રગતિ માટે સંચાલક અને તેના તાંત્રિક પિતા દ્વારા બીજા ધોરણના વિદ્યાર્થીની બલિ ચઢાવી દીધી હોવાનું સામે આવ્યું છે. સંચાલક અને તેના તાંત્રિક પિતા સહિત પાંચ લોકોને આ મામલામાં જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગયા રવિવારના હાથરસમાં તેમની રહેણાંક શાળાની પ્રગતિ માટે મેનેજર અને તેના તાંત્રિક પિતા દ્વારા બીજા ધોરણના વિદ્યાર્થીનું બલિદાન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને જાહેર કરતા પોલીસ દ્વારા મેનેજર અને તેના તાંત્રિક પિતા સહિત પાંચ લોકોને જેલ ભેગા મોકલી દેવાયા છે.
આ સમગ્ર મામલામાં સીઓ સદાબાદ હિમાંશુ માથુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોતવાલી સાહપાઉ વિસ્તારના રસગણવા ગામમાં ચાલનાર રેસિડેન્શિયલ સ્કૂલ ડીએલ પબ્લિક સ્કૂલના ધોરણ-2 ના વિદ્યાર્થી 11 વર્ષના કૃતાર્થ કુશવાહાના રહેવાસી તુરસૈનનું બલી ચડાવવામાં આવી હતી. જ્યારે સ્કૂલ મેનેજરના પિતા જશોધન સિંહ દિનેશ બઘેલ દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવે છે. એવામાં શાળાના સંચાલક દ્વારા પિતા સાથે મળીને શાળાની પ્રગતિ માટે બાળકનું બલિદાન આપવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. એવામાં રવિવાર રાત્રીના શાળાની અંદરના હોલમાં સૂઈ રહેલા વિદ્યાર્થી કૃતાર્થની આહુતિ અપાઈ હતી.