કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા અમેરિકામાં જઈને અનામત બાબતમાં વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે કે, તેને લઈને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન નો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત અમદાવાદ ના RTO સર્કલ સ્થિત કલેક્ટર કચેરી પાસે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાજપ દ્વારા કોંગ્રેસ ને દેશ વિરોધી ગણાવવામાં આવી છે. તેની સાથે “અનામત વિરોધી કોંગ્રેસ દેશ વિરોધી કોંગ્રેસ” ના પોસ્ટર સાથે ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ના નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર-ઠેર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજ્યભરના તમામ જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળી એક રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
તેની સાથે ભાજપના નેતાઓ દ્વારા આ મુદ્દે જણાવવામાં આવ્યું છે કે, “રાહુલ ગાંધી જે પરિવારમાંથી આવે છે તે પાર્ટી ની વિચારધારા દ્વારા સમગ્ર દેશના અનામતને નાબૂદ કરવાનું કામ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પછાત વર્ગના લોકો વિકાસની ઘરો મા જોડાય તે માટે વિવિધ કામો ની જાણકારી આપી હતી. ચૂંટણી સમયે જે લોકો દ્વારા કહેવામાં આવતું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2024 માં આવશે તો ભારતમાં અનામત સમાપ્ત કરી દેશે, જે લોકો આ વિચારધારા ફેલાવતા હતા તેમને વિદેશની ધરતી પરથી અનામત દૂર કરવાનુ નિવેદન આપવામાં આવ્યું છે.