Sri Lanka અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી હતી. આ સીરીઝની બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રીલંકાની ટીમે ન્યૂઝીલેન્ડ સામે ક્લીન સ્વીપ કરી લીધું હતું. તેમણે આ સીરીઝ 2-0 થી પોતાના નામે કરી લીધી હતી. શ્રીલંકાએ આ મેચ એક ઇનિંગ અને 154 રનથી જીત પ્રાપ્ત કરી હતી. શ્રીલંકા માટે આ સામાન્ય જીત નહોતી. તેના બદલે તેમણે ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. આ જીતે શ્રીલંકા માટે ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.
Sri Lanka એ આ મેચમાં ન્યૂઝીલેન્ડ ને 514 રનની લીડ સાથે ફોલોઓન આપ્યું હતું અને પછી 154 રનથી મેચ જીતી લીધી હતી. ફોલોઓન બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માં કોઈપણ ટીમની આ ત્રીજી સૌથી મોટી જીત રહેલી છે. આ પહેલા ફોલોઓન બાદ નોંધાયેલી બે મોટી જીત ભારતીય ટીમના નામે રહેલી છે. ટીમ ઈન્ડિયાએ ફોલોઓન આપ્યા બાદ વર્ષ 2022 માં મોહાલીમાં શ્રીલંકા સામે રમાયેલી ટેસ્ટ મેચ 222 રનથી જીત પ્રાપ્ત કરી હતી. આ પહેલા વર્ષ 2019 માં ભારતે સાઉથ આફ્રિકા સામે ફોલોઓન મેચ 202 રને જીત પ્રાપ્ત કરી હતી. ભારત અને શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માં એકમાત્ર એવી બે ટીમ છે જેને ફોલોઓન બાદ કોઈ મેચમાં 150 પ્લસ થી પોતાના નામે કરી હોય.
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં શ્રીલંકા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ તેણે 163.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 602 રન પર દાવ ડિકલેર કર્યો હતો. તેના પછી શ્રીલંકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યૂઝીલેન્ડ ને માત્ર 88 રનમાં આઉટ કરી દીધું હતું. અહીંથી શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 514 રનની લીડ સાથે ફોલોઓન કર્યું અને ફરીથી ન્યુઝીલેન્ડ ટીમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. જ્યાં તે 360 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને શ્રીલંકાએ એક ઇનિંગ અને 154 રનથી મેચ જીત પ્રાપ્ત કરી હતી. આ જીત સાથે શ્રીલંકાની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી નાખ્યું છે.