રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે જોર પકડ્યું હતું પરંતુ હવે વરસાદ શાંત પડવાના સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં આજના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે. રવિવારના અમદાવાદ અને ગાંધીનગરમાં 30 ડિગ્રીની આજુબાજુ તાપમાન રહ્યું હતું. એવામાં આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન આ સમાન રહે તેવી શક્યતા રહેલી છે.
તમને જણાવી દઈએ કે, આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારેથી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, અમરેલી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં રહેલું હતું. તેના લીધે વરસાદ વરસી રહ્યો હતો. તેને લેસમાર્ક કરી દેવાયુ છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું આ કારણોસર વરસાદી માહોલ બન્યો છે. જ્યારે હવે આ સરક્યુલેશનની અસર ઓછી થઈ જવાની છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં પણ આજે વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે.
તેની સાથે નવરાત્રીમાં વરસાદને લઈને જણાવવામાં આવ્યું છે કે, હાલ જે પરિસ્થિતિ રહેલી છે તેવી જ રહેશે તો નવરાત્રીમાં ઘણો ઓછો વરસાદ જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેમ છતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ જોવા મળવાનો ચેલ.