Bangladesh દ્વારા 6 ઓક્ટોબરથી ભારત સામેની T-20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તેના માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ 14 મહિના બાદ બાંગ્લાદેશ ટીમમાં પરત ફરેલા મેહદી હસન મિરાજ ને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. મહેંદી આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પણ રમ્યો ન હતો અને તેણે છેલ્લે જુલાઈ 2023 માં અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય સીરીઝ રમી હતી.
બાંગ્લાદેશે આ સીરીઝ માટે સારા સ્પિન આક્રમણનો સામનો કર્યો છે જેમાં મહેંદી, રકીબુલ હસન અને રિશાદ હુસૈનનો સમાવેશ થાય છે. વર્લ્ડ કપમાં ન રમનાર ડાબોડી સ્પિનર રકીબુલ અને ડાબોડી બેટ્સમેન પરવેઝ હુસૈન ઈમોનની પણ ટીમમાં વાપસી થઈ છે. ડિસેમ્બર 2020 માં, પરવેઝે બંગબંધુ T-20 કપમાં 42 બોલમાં સદી ફટકારી હતી. જો કે તે અત્યાર સુધી માત્ર ત્રણ ટી-20 મેચ રમ્યો છે.
બીજી તરફ, રકીબુલની વાત કરીએ તો તે 2020 અંડર-19 વર્લ્ડ કપમાં Bangladesh ની ટીમમાં સામેલ હતો. તેણે 2022માં જુનિયર ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ગયા વર્ષે એશિયન ગેમ્સ દરમિયાન ડેબ્યૂ કરનાર રકીબુલ ત્રણ ટી-20 મેચ રમી ચૂક્યો છે. નઝમુલ હુસૈન શાંતો આ 15 સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે જેમાં તૌહીદ હ્રદોય અને તન્જીદ હસન તમીમ જેવા યુવા ખેલાડીઓ પણ સામેલ છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T-20 મેચ 6 ઓક્ટોબરના ગ્વાલિયરમાં રમાશે. ત્યાર બાદ બાકીની બે મેચ 9 અને 12 ઓક્ટોબર ના અનુક્રમે દિલ્હી અને હૈદરાબાદમાં યોજાશે. ભારતે પણ શનિવારે સૂર્યકુમાર યાદવ ના નેતૃત્વમાં આ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી.
ભારત સામેની T-20 સીરીઝ માટે બાંગ્લાદેશની ટીમ નીચે મુજબ છે…
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તનજીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હ્રદોય, મહમુદુલ્લાહ, લિટન કુમાર દાસ, ઝાકિર અલી અનિક, મેહદી હસન મિરાજ, મહેદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તાસ્કિન અહમદ, શરીફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકિબ, રકીબુલ હસન.