બોલિવૂડમાંથી એક મોટી જાણકારી સામે આવી છે. અભિનેતા Govinda ને પગમાં ગોળી વાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના વહેલી સવારના ઘટી હતી. રિવોલ્વર સાફ કરતા સમયે ભૂલથી મિસ ફાયર થઈ જવાના કારણે તેમને પોતાના જ પગમાં ગોળી વાગી ગઈ હતી. હાલમાં અભિનેતાને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
જાણકારી મુજબ, ઘટના આજે સવારે લગભગ 4.45 વાગ્યાના ઘટી હતી. કહેવામાં આવે છે કે, ગોવિંદા ICU માં સારવાર હેઠળ રહેલા છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું સામે આવ્યું છે. પોલીસની જાણકારી મુજબ, ગોવિંદા ની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી આકસ્મિક રીતે ગોળી નીકળી ગઈ હતી, જે તેમના પગમાં વાગી ગઈ હતી. ગોવિંદા તેની લાઈસન્સ વાળી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા તે સમયે આકસ્મિક રીતે મિસ ફાયર થયું હતું. આ દરમિયાન ગોળી તેના ઘૂંટણ ની નજીક વાગી ગઈ હતી અને તે હાલમાં મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.
અભિનેતાના મેનેજરે એએનઆઈ દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અભિનેતા અને શિવસેના નેતા ગોવિંદા કોલકાતા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કોલકાતા જતા પહેલા ગોવિંદા પોતાની રિવોલ્વરને સાફ કરી રહ્યા હતા અને અચાનક તેમના હાથથી ગન છૂટી અને ગોળી વાગી ગઈ હતી. ગોળી સીધી ગોવિંદાના પગમાં વાગી ગઈ. તાજેતરની જાણકારી અનુસાર ડોક્ટર દ્વારા અભિનેતાના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે અને હાલત હાલ ઠીક હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં ગોવિંદા હજુ હોસ્પિટલમાં જ રહેલા છે. જ્યારે ગોવિંદાના પત્ની હાલ કોલકાતા ગયેલા છે અને તેઓ પણ કોલકાતા જઈ રહ્યા હતા. ગોવિંદા રિવોલ્વર અલમારીમાં રાખવામાં આવી છે. જ્યારે રિવોલ્વર અનલોક રહેલી હતી.