ચૂંટણી આયોગે Ram Rahim ને આપ્યા પેરોલ! પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન…

Amit Darji

ડેરા પ્રમુખ ગુરમીત Ram Rahim ની પેરોલ અરજી ને શરતો સાથે ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે પેરોલ દરમિયાન ગુરમીત રામ રહીમના હરિયાણામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેમાં ગુરમીત રામ રહીમ કોઈપણ ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિમાં જઈ શકશે નહીં અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ રીત નો પ્રચાર કરી શકશે નહીં.

તેની સાથે જણાવી દઈએ કે, ગુરમીત Ram Rahim ની પેરોલની અરજીને કેટલીક શરતો સાથે ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. છે. તેમ છતાં જો શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ગુરમીત રામ રહીમ ની પેરોલ રદ્દ પણ કરી શકવામાં આવે છે. જ્યારે હરિયાણા સરકાર ગુરમીત રામ રહીમ ને પેરોલ પર બહાર આવવા માટેનો આદેશ પણ જાહેર કરી શકે છે. તેની શક્યતા રહેલી છે કે, ગુરમીત રાહ રહીમ કાલે જેલની બહાર આવે તેવી શક્યતા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશનાં બાગપત નાં બરનાવા આશ્રમમાં તેઓ રહેવા માટે જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, રામ રહીમ દ્વારા 20 દિવસની પેરોલ માંગવામાં આવી હતી. આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાના લીધે રાજ્ય સરકાર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી ને પેરોલ માટે વિનંતી મોકલવામાં આવી હતી. તેના બદલામાં સીઈઓ દ્વારા દોષિતની મુક્તિ માટે હળવા અને અનિવાર્ય સંજોગો વિશે જાણકારી માંગવામાં આવી હતી. જ્યારે જણાવી દઈએ કે, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ બે શિષ્યો પર દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા કાપી રહ્યા છે. ડેરા પ્રમુખ હાલ રોહતક ની સુનારિયા જેલમાં બંધ રહેલા છે.

Share This Article
Leave a comment