ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યારે ભારતીય ટીમ દ્વારા પાંચમાં દિવસે શાનદાર રમત દેખાડતા બાંગ્લાદેશ સામે આ મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. તેની સાથે આ સીરીઝમાં ક્લીન સ્વીપ પણ કરી લીધું હતું. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં રવિચંદ્રન અશ્વિન બેટ અને બોલ બંનેથી શાનદાર રમત જોવા મળી હતી. જ્યારે બીજી ટેસ્ટમાં તે ફરી એક વખત બોલથી પોતાનો જાદુ દેખાડવામાં સફળ રહ્યા હતા. Ravichandran Ashwin ને સીરીઝમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેમાં તે હવે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનની સાથે સંયુક્ત પ્રથમ સ્થાને પહોંચી ગયા છે.
રવિચંદ્રન અશ્વિને 11 મી વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો
Ravichandran Ashwin એ બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સીરીઝમાં બેટ વડે કુલ 114 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં કુલ 11 વિકેટ પ્રાપ્ત કરી હતી. બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને પ્રથમ ઇનિંગમાં બે વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગની બોલિંગમાં તે ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે આ સીરીઝમાં ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્યારે આ તેમની ટેસ્ટ કારકિર્દીનો 11 મો પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ રહેલો હતો. તેની સાથે અશ્વિને દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 39 ટેસ્ટ સિરીઝ રમ્યા બાદ 11 મી વખત આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે મુથૈયા મુરલીધરન 60 સિરીઝ રમ્યા બાદ 11 વખત આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ખેલાડી
મુથૈયા મુરલીધરન – 11
Ravichandran Ashwin – 11
જૈક કાલીશ – 8
શેન વોર્ન – 8
ઈમરાન ખાન – 8
રિચાર્ડ હેડલી – 8