BSNL નો 84 દિવસનો સસ્તો પ્લાન, તેના ફાયદા જાણીને થઈ જશો ચકિત…

Amit Darji

BSNL દ્વારા તાજેતરમાં જ તેના યુઝર્સ માટે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આ દિવસોમાં સરકારી ટેલિકોમ કંપની દ્વારા Airtel, Jio, Vi ને ટક્કર આપવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં કંપની દ્વારા તેના યુઝર્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. TRAI ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ટેલિકોમ કંપનીએ ઓગસ્ટમાં 3.5 લાખ નવા યુઝર્સ જોડવામાં આવ્યા છે. જ્યારે, ખાનગી કંપનીઓના યુઝર્સની સંખ્યામાં ઘટાડો થયો છે.

BSNL 84 દિવસ નો પ્લાન

BSNL પાસે 84 દિવસનો આવો જ એક સસ્તો રિચાર્જ પ્લાન રહેલો છે જેના માટે યુઝર્સને દરરોજ માત્ર સાત રૂપિયા ખર્ચવા પડશે. BSNL નો આ પ્લાન 599 રૂપિયામાં આવે છે અને તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ફ્રી ડેટા અને SMS જેવા લાભો પ્રાપ્ત થાય છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3 GB એટલે કે કુલ 252 GB હાઇ સ્પીડ ડેટા સાથે મળે છે. દૈનિક ડેટા સમાપ્ત થયા બાદ પણ આ પ્લાનમાં યુઝર્સને 40Kbps ની ઝડપે અનલીમીટેડ ઇન્ટરનેટ પ્રાપ્ત થાય છે.

BSNL ના આ પ્રીપેડ પ્લાન ની વાત કરીએ તો તે ફ્રી નેશનલ રોમિંગ અને દૈનિક 100 ફ્રી SMS સાથે આવે છે. જ્યારે આ પ્લાનમાં કોલિંગ, ડેટા અને મેસેજ ની સાથે કેટલીક વેલ્યુ એડેડ સેવાઓ પણ પ્રાપ્ત થાય છે. યુઝર્સ તેમના ફોનમાં BSNL સેલ્ફ કેર એપ ઇન્સ્ટોલ કરીને આ પ્લાન સાથે તેમનો નંબર રિચાર્જ પણ કરી શકે છે. એટલું જ નહીં યુઝર્સ કંપનીની વેબસાઈટ પરથી આ પ્લાન સાથે તેમના નંબર રિચાર્જ પણ કરાવી શકે છે.

345 રૂપિયાનો પ્લાન

BSNL દ્વારા તાજેતરમાં 345 રૂપિયાનો બીજો સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં યૂઝર્સને 60 દિવસની વેલિડિટી અપાઈ રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડ નો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ દરરોજ ઓછા ડેટાનો વપરાશ કરે છે. કંપની દ્વારા આ પ્રીપેડ રિચાર્જ પ્લાન માં દરરોજ 1 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ રીતે યુઝર્સને કુલ 60 GB ડેટા નો લાભ મળે છે. તેના સિવાય યૂઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMS નો લાભ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે.

Share This Article
Leave a comment