ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી Benjamin Netanyahu નું મોટું નિવેદન

Amit Darji

ઈરાન ના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલ ના પ્રધાનમંત્રી Benjamin Netanyahu દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈરાન દ્વારા મિસાઈલ છોડીને મોટી ભૂલ કરવામાં આવી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈરાન દ્વારા તેની કિંમત ચૂકવવા નો વારો આવશે. નેતન્યાહુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાંજે ઇઝરાયેલ પરનો નિષ્ફળ હુમલો રહ્યો હતો. સમર્થન માટે અમેરિકાનો આભાર માનતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, વિશ્વમાં સૌથી વધુ આધુનિક ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ નો આભાર, અમે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવેલ છે.

ઈઝરાયેલના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે, આ હુમલામાં લગભગ 181 મિસાઈલો છોડવામાં હતી. ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, તેમના દ્વારા તેમાંથી મોટી સંખ્યામાં અટકાવવામાં આવી હતી. તેમ છતાં પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ નીપજ્યું હતું અને બે ઇઝરાયેલીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાં કાટમાળને લીધે નુકસાન પહોંચ્યું પહોંચ્યું હતું અને આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટો નો અવાજ સમગ્ર ઈઝરાયેલમાં સંભળાયો હતો. જેરુસલેમ અને જોર્ડન ખીણમાંથી લાઈવ પ્રસારણ દરમિયાન સરકારી ટેલિવિઝનના પત્રકારો જમીન પર પડી ગયા હતા. મધ્ય ઇઝરાયેલના ગેડેરામાં એક શાળામાં રોકેટ પણ અથડાયું હતું. તેમ છતાં જેમાં કોઈને પણ ઈજા પહોંચી નહોતી. હોમ ફ્રન્ટ કમાન્ડના વડા મેજર જનરલ રફી મિલો દ્વારા અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.

આ બાબતમાં ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ મુજબ IDF દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ અત્યંત અસરકારક રહેલ છે. સૈન્યના જણાવ્યા મુજબ, યુએસ દ્વારા સમય પહેલા ઈરાન તરફથી ખતરો શોધીને અને કેટલીક મિસાઈલો ને અટકાવીને ઈઝરાયેલને સુરક્ષિત કરવામાં મદદ કરવામાં આવી હતી. IDF દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મધ્ય ઇઝરાયેલમાં અલગ-અલગ જગ્યાએ અસરો થયેલી છે. જ્યારે દક્ષિણ ઇઝરાયેલ વધુ અસરગ્રસ્ત થયેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં ઈઝરાયેલની એરફોર્સની ક્ષમતાને કોઈ નુકસાન પહોંચ્યું નથી. IAF એરક્રાફ્ટ, એર ડિફેન્સ અને એર ટ્રાફિક કંટ્રોલ સામાન્ય રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેની સાથે ઈરાની સશસ્ત્ર દળો દ્વારા મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલના સમર્થનમાં કોઈપણ પ્રત્યક્ષ સૈન્ય હસ્તક્ષેપ સામે ચેતવણી આપતા જણાવવામાં આવ્યું હતું કે, પ્રત્યક્ષ હસ્તક્ષેપની સ્થિતિમાં ઈરાન પ્રજાસત્તાક સશસ્ત્ર દળો દ્વારા એક શક્તિશાળી હુમલાનો સામનો કરવાનો વારો આવશે.

Share This Article
Leave a comment