મુંબઈ ના બેટ્સમેન Sarfaraz Khan એ રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારવામાં આવી હતી. 26 વર્ષ 346 દિવસનો સરફરાઝ ખાન ઈરાની કપ માં બેવડી સદી ફટકારનાર ચોથો યુવા બેટ્સમેન બની ગયો છે. તે ઈરાની કપમાં આ સિદ્ધિ મેળવનાર મુંબઈનો પ્રથમ બેટ્સમેન છે. સરફરાઝ ની બેવડી સદીની મદદથી મુંબઈ એ પ્રથમ દાવમાં જંગી સ્કોર બનાવી લીધો છે.
તેની સાથે જ Sarfaraz Khan ઈરાની કપમાં મુંબઈ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયા છે. આ મામલામાં તેમણે રામનાથ પારકરને પાછળ છોડી દીધા છે જેમણે 1972 માં 195 રનની ઇનિંગ રમી હતી. સરફરાઝ ખાને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 15 સદી ફટકારી છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનો પ્રભાવ સતત છોડી રહ્યા છે. સરફરાઝ ખાનથી આગળ તેમનો સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલ રહેલ છે જેણે 21 વર્ષ અને 63 દિવસની ઉંમરે ઈરાની કપમાં બેવડી સદી ફટકારી હતી. આ બે બેટ્સમેન સિવાય ઈરાની કપમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાની બાબતમાં પ્રવીણ આમરે (22 વર્ષ 80 દિવસ) અને ગુંડપ્પા વિશ્વનાથ (25 વર્ષ 255 દિવસ) જેવા બેટ્સમેન સામેલ છે.
સરફરાઝની શાનદાર ઈનિંગના આધારે મુંબઈએ બીજા દિવસની રમતના અંતે નવ વિકેટે 536 રન બનાવી લીધા છે. સ્ટમ્પ સમયે સરફરાઝ ખાન દ્વારા 276 બોલમાં 25 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 221 રન બનાવવામાં આવ્યા હતા અને જુનૈદ ખાન ખાતું ખોલાવ્યા વગર જ ક્રિઝ પર રહેલો હતો. સરફરાઝ ખાન કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને પાંચમી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ તેમણે તનુષ કોટિયન સાથે મળીને સાતમી વિકેટ માટે 183 રનની ભાગીદારી કરી હતી.
પોતાની શાનદાર ઇનિંગ્સથી સરફરાઝ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, શિખર ધવન અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેનોની ક્લબમાં સામેલ થઈ ગયા છે જેમણે ઈરાની કપમાં બે સદી ફટકારી હોય. સરફરાઝ સ્થાનિક ક્રિકેટમાં સતત પ્રભાવશાળી રહ્યો છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે અડધી સદી કરતાં વધુ સદી રહેલી છે. સરફરાઝ ખાન દ્વારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 અડધી સદી ફટકારવામાં આવી છે જ્યારે તેમણે વધુ એક સદી ફટકારી દીધી છે.