હવામાન વિભાગની મેઘરાજાને લઈને મોટી આગાહી, Navratri માં કેવો રહેશે વરસાદ

Amit Darji

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે એવામાં હવે મેઘરાજા ને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે 4 ઓક્ટોબર ના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની આગાહી કરી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં સામાન્ય વાતાવરણ રહેલું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 થી 7 ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાંથી હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

તેની સાથે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન વિભાગ મુજબ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આજે ગીર સોમનાથ અને અમરેલીમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તેના સિવાય સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે બીજી તરફ હવામાન વિભાગ ના મુજબ ઓક્ટોબર મહિનામાં સામાન્ય થી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રીનો તહેવારની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવે છે. જ્યારે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું આયોજન પણ કરાઈ છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર, વરસાદ પડશે તો ખેલૈયાઓની મજા બગાડી શકે છે.

તમને જણાવી દઈએ કે, નવરાત્રીમાં ગરબા રમવા માટે ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ રહેલો હોય છે. તેમ છતાં આ વખતે Navratri માં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગમાં કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે.

 

Share This Article
Leave a comment