હવામાન વિભાગની મોટી આગાહી, જાણો કેવો રહેશે આગામી સાત દિવસ વરસાદ?

Amit Darji

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હવે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રનાં દક્ષિણ વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે નવરાત્રી દરમિયાન 3 થી 5 ઓક્ટોબર સુધીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેવાની છે. તેની સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. આ સિવાય 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. જ્યારે 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત સર્જવાની શક્યતા રહેવાની છે.. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે.

 

 

Share This Article
Leave a comment