પાકિસ્તાન ટેસ્ટ સીરીઝ પહેલા England ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થઈ શકે છે પ્રથમ મેચ થી બહાર

Amit Darji

England ની ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસ પર રહેલ છે. જ્યાં બંને ટીમો ની વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ નું આયોજન કરવામાં આવશે. આ સીરીઝની પ્રથમ મેચ 7 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમ અને તેના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ નો એક સ્ટાર ખેલાડી હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો નથી અને આ ખેલાડી સીરીઝની પ્રથમ મેચમાંથી બહાર થાય તેવી શક્યતા રહેલી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ રહેલા છે. ઈજાના લીધે બેન સ્ટોક્સ આ સીરીઝની પ્રથમ મેચમાં રમી શકે છે. જે તેમના માટે મોટું નુકસાન થઈ શકે છે.

ઇંગ્લેન્ડ થશે મોટું નુકસાન

ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સ જેવા ખેલાડીનું બહાર થવું એક મોટું નુકસાન થઈ શકે છે. ઈંગ્લેન્ડના જેક ક્રાઉલે પોતાને ફિટ જાહેર કરી દીધા છે, પરંતુ બેન સ્ટોક્સ અંગે હજુ પણ ચિંતા ઓ રહેલી છે. બેન સ્ટોક્સે શુક્રવારના મુલતાનમાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જ્યારે તેણે માત્ર અડધો કલાક બેટિંગ કરી અને થોડા સમય માટે શોટ રન-અપ પણ બોલિંગ કર્યું, જ્યારે ઈંગ્લેન્ડે શનિવારે તેની પ્લેઈંગ 11 ની જાહેરાત કરી, ત્યારે તેમાં બેન સ્ટોક્સ નું નામ સામેલ કરવું ખૂબ મુશ્કેલ રહેશે.

શ્રીલંકા સામે રમાયેલી સીરીઝમાં પણ બેન સ્ટોક્સને બહાર બેસવાનો વારો આવ્યો હતો. તે દરમિયાન ટીમ ની કેપ્ટનશીપ ઓલી પોપ દ્વારા સંભાળવામાં આવી હતી. આ સિરીઝમાં પણ કંઈક આવું જ થવાની આશા રહેલી છે. ઓગસ્ટ મહિનામાં ધ હંડ્રેડ દરમિયાન બેટિંગ કરતા સમયે બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો હતો. બેન સ્ટોક્સને તેના ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ ગઈ હતી. બેન સ્ટોક્સ દ્વારા પોતાના રિહેબ પર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. તેણે તાજેતરમાં ક્રિકઇન્ફો ને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તે કંઈક ખરાબ કરવા અને પછી પોતાને લાંબા સમય સુધી રમત થી બહાર રહેવાનું જોખમ ઉઠાવવાની જગ્યાએ વધુ બે અઠવાડિયું લેવાનું પસંદ કરશે. આવી સ્થિતિમાં બેન સ્ટોક્સ કોઈ જોખમ લીધા વગર પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં થી બહાર રહી શકે છે.

Share This Article
Leave a comment