ઈઝરાયેલે ઈરાન પર કેવી રીતે હુમલો કરવો જોઈએ? અમેરિકી રાષ્ટ્રપતિ તેને લઈને Joe Biden એ આપ્યું મોટું નિવેદન

Amit Darji

ઈઝરાયેલ પર ઈરાની સેના દ્વારા તાજેતરમાં 180 થી વધુ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. એવામાં હવે ઈઝરાયેલ પણ જવાબી હુમલાની તૈયારી લાગેલું છે. ઈઝરાયેલ દ્વારા આ હુમલાનો કેવો જવાબ આપવો જોઈએ? અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden દ્વારા આ મામલામાં મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જો બાઇડન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો તે ઈઝરાયલી હોત તો દુશ્મન દેશના ઓઈલ ફિલ્ડ પર હુમલો કરવાના વિકલ્પ પર વિચાર કરતા. જો બાઇડન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલના અધિકારીઓ દ્વારા હજુ પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે, તેઓ કેવી રીતે હુમલો કરી આગળ વધે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયલીઓ દ્વારા અત્યાર સુધી ઈરાન પર હુમલો કરવાના લઈને પોતાની રણનીતિ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો હું તેની સ્થિતિમાં હોત, તો હું તેલ ક્ષેત્રોને ટાર્ગેટ  બનાવવા માટેના વિકલ્પોની શોધ કરતો. જો બાયડને હુમલાઓનો જવાબ આપવાના ઇઝરાયેલના અધિકારનો બચાવ કરતા સમયે નાગરિક જાનહાનિ અંગે સાવચેતીના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમના દ્વારા વધુમાં જણાવ્યું કે, “હું જે જાણું છું તે એ છે કે, મેં જે યોજના પ્રસ્તાવિત કરી છે તેને આ સંઘર્ષને ઉકેલવાના સાધનના રૂપમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અમારા મોટાભાગના વૈશ્વિક સાથીઓનું સમર્થન પ્રાપ્ત થયું છે.

 

ઈઝરાયેલને માત્ર ખતરનાક હુમલાઓ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર નથી પરંતુ દુશ્મનને યોગ્ય જવાબ આપવાનો પણ અધિકાર રહેલો છે. જો બાઇડન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આતંકી હિઝબુલ્લાહ જેવા ઘણા સંગઠનો રહેલા છે જેનો સામનો કરવો પણ એક પડકાર રહેલ છે. આ દરમિયાન, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા શુક્રવારના જણાવવામાં આવ્યું હતું કે, તેઓએ છેલ્લા ચાર દિવસમાં 2,000 થી વધુ લશ્કરી ટાર્ગેટ અને લગભગ 250 હિઝબુલ્લાહ આતંકવાદીઓને નષ્ટ કરવામાં આવ્યા છે.

અમેરિકા અને બ્રિટનની સેનાઓ દ્વારા યમનમાં હુથી બળવાખોરોના એક ડઝનથી વધુ જગ્યાઓ પર હુમલો કરી તેમની હથીયાર પ્રણાલીઓ, અડ્ડા અને અન્ય સાધનો ને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકી અધિકારીઓ દ્વારા હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. યમનના હુથી બળવાખોરોને ઈરાનનું સમર્થન પ્રાપ્ત થયેલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુથી વિદ્રોહીના પાંચ સ્થળ પર આવેલ વિવિધ લશ્કરી વિમાનો અને યુદ્ધ જહાજો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. હુથી મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રમુખ બંદર શહેર હોદેડાના એરપોર્ટ અડ્ડા અને હુથી નિયંત્રિત લશ્કરી સૈન્ય અડ્ડા ક્થીબ પર સાત હુમલા કર્યા હતા.

Share This Article
Leave a comment