Mumbai એ 27 વર્ષ પછી જીત્યો ઈરાની કપ, ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા ખેલાડી ની કેપ્ટનશીપમાં કર્યો કમાલ

Amit Darji

ઈરાની કપ 2024 ની મેચ Mumbai અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. પરંતુ પ્રથમ ઇનિંગમાં મળેલી લીડના આધારે મુંબઈની ટીમ ઈરાની કપ 2024 નું ટાઈટલ જીતવામાં સફળ રહી છે. મુંબઈએ પ્રથમ ઇનિંગમાં કુલ 537 રન બનાવ્યા હતા. ત્યાર બાદ સરફરાઝ ખાને બેવડી સદી ફટકારી અને અજિંક્ય રહાણેએ શાનદાર ઇનિંગ રમી હતી. ત્યાર બાદ રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 416 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે મુંબઈને 121 રનની લીડ મળી હતી, જે જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ત્યાર બાદ મુંબઈએ બીજી ઇનિંગમાં 329 રન બનાવીને ડિકલેર કરી હતી.

Mumbai માટે પ્રથમ ઇનિંગમાં સરફરાઝ ખાન મોટા હીરો સાબિત થયા હતા. તેણે મેચમાં 286 બોલમાં 222 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ 97 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે 64 અને તનુષ કોટિયાને 64 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓની શાનદાર ઈનિંગ્સના લીધે મુંબઈની ટીમે પ્રથમ ઇનિંગમાં 537 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે પૃથ્વી શો અને આયુષ મહાતત્રે જલ્દી આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ હાર્દિક તમોરે પણ કંઈ ખાસ કમાલ દેખાડી શક્યા નહોતા. સરફરાઝ ખાને બેવડી સદી ફટકારીને મુંબઈ ને મેચમાં વાપસી કરાવી હતી. તે એક તરફથી ઉભો રહ્યો અને રન બનાવતો રહ્યો હતો.

પ્રથમ ઇનિંગમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા માટે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ખાસ કમાલ દેખાડી શક્યા નહીં અને નવ રન બનાવી આઉટ થઈ ગયા હતા. અભિમન્યુ ઇશ્વરને 191 રન બનાવ્યા જેમાં 16 ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. ધ્રુવ જુરેલે 93 રનની ઇનિંગ રમી હતી. ટીમમાં વાપસી માટે આશાવાદી ઈશાન કિશન માત્ર 38 રન બનાવી શક્યો હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાના બાકીના બેટ્સમેનો જબરજસ્ત ફ્લોપ સાબિત થયા હતા અને સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. આ કારણોસર તે માત્ર 416 રન જ બનાવી શકી હતી. પ્રથમ ઇનિંગમાં પાછળ રહ્યા બાદ બાકીની ભારતની હાર લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી.

મુંબઈએ 27 વર્ષ બાદ ઈરાની કપ જીત્યો

મુંબઈ માટે બીજી ઇનિંગમાં પૃથ્વી શો એ 76 રન બનાવ્યા હતા. તનુષ કોટિયને બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. તેણે 150 બોલમાં 114 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. તેના સિવાય મોહિત અવસ્થીએ 51 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી 329 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. મુંબઈની ટીમે 27 વર્ષ બાદ ઈરાની કપ પર જીત પ્રાપ્ત કરી હતી. ટીમ ઇન્ડિયાની બહાર અજિંક્ય રહાણેની કેપ્ટન્સી માં ટીમે કમાલ કર્યો છે. આ અગાઉ મુંબઈ એ વર્ષ 1997 માં ઈરાની કપ જીત્યો હતો.

Share This Article
Leave a comment