વર્ષ 2018 માં ટીવી અભિનેતા આયુષ્માન ખુરાના અને તબ્બુએ ફિલ્મ ‘Andhadhun’ દ્વારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવામાં આવી હતી. આ ફિલ્મ રિલીઝ થયાને છ વર્ષ પસાર થઈ ગયા છે. છ વર્ષ પસાર થયા પછી પણ ફિલ્મ ‘અંધાધૂન’ ને લઈને ચાહકોનો પ્રેમ તેને લઈને ઓછો થયો નથી. આજે પણ ચાહકો ફિલ્મ ‘અંધાધુન’ ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘અંધાધુન’ ના મેકર્સ પણ આ વાતને સારી રીતે જાણે છે. થોડા સમય પહેલા ફિલ્મ ‘અંધાધુન’ ના ડાયરેક્ટર શ્રીરામ રાઘવને સિક્વલને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. શ્રીરામ રાઘવને જણાવ્યું છે કે, જ્યારે તે ચાહકોને ફિલ્મ ‘અંધાધુન’ ની સિક્વલનો ભેટ આપવા જઈ રહ્યો છે.
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘Andhadhun’ વિશે વાત કરતાં શ્રીરામ રાઘવન દ્વારા ટાઈમ્સ નાઉને જણાવવામાં આવ્યું છે કે, હું જાણું છું કે, લોકોને મારી ફિલ્મ ખૂબ પસંદ આવેલ છે. તેમ છતાં ફિલ્મમાં કામ કરનારા દરેક લોકો આગળ વધી ચુક્યા છે. ફિલ્મના કો-રાઈટર હેમંત રાવ તેમના બાકીના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ ‘અંધાધુન’ને 6 વર્ષ થઈ ગયા છે. જ્યારે પણ ફિલ્મ ‘અંધાધુન’ ની ટીમ સાથે ફરીથી કામ કરવાની તક મળશે ત્યારે કામ કરાશે. જો સારી સ્ટોરી મળશે તો ફિલ્મ ‘અંધાધુન’ ની સિક્વલ પણ બનાવવામાં આવી શકે છે. તેમ છતાં જ્યાં સુધી અમને કહાની ન મળે ત્યાં સુધી અમે કંઈ પણ કહી શકીએ નહીં.
શ્રીરામ રાઘવન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘અમે માત્ર ફિલ્મ ચલાવવા માટે સિક્વલ બનાવી શકીએ નહીં. જો ચાહકોને ફિલ્મ પસંદ નહીં આવે તો અમને દોષી ઠેરવવામાં આવશે. આ એક શાનદાર ફિલ્મ છે તેનું આપણે સન્માન કરવું જોઈએ. ઉતાવળ કરવાથી જ કામ બગડી જાય.’ આ નિવેદન આપીને શ્રીરામ રાઘવને સ્પષ્ટ કરી દીધું છે કે. હાલમાં તેમનો ફિલ્મ ‘અંધાધૂન’ ની સિક્વલ પર કામ કરવાનો કોઈ ઈરાદો રહેલો નથી. આ સમાચાર બાદ ફિલ્મ ‘અંધાધુન’ ના ચાહકોનું દિલ તોડી દીધું છે. ચાહકો લાંબા સમયથી ફિલ્મ ‘અંધાધુન’ ના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા, તેના પર હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે.