Ayushman ભારત યોજનામાં થશે મોટો ફેરફાર, આ બીમારીઓને કરવામાં આવી શકે છે સામેલ

Amit Darji

Ayushman ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના એટલે કે AB-PMJAY ને લઈ હવે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. કેમ કે, આ યોજનાને રોગોના સંદર્ભમાં વિસ્તારવામાં આવી તેવી શક્યતા રહેલી છે જેમાં અલ્ઝાઈમર અને ડિમેન્શિયા સહિત અનેક રોગોને સામેલ કરવામાં આવી શકે છે. તેમ છતાં આ અંગે સત્તાવાર રીતે કોઈ જાણકારી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષથી વધુ વયના તમામ વૃદ્ધોને આ યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

એક નામી સમાચારના સૂત્રોથી સામે આવ્યું છે કે, નેશનલ હેલ્થ ઓથોરિટી આયુષ્માન ભારત યોજનામાં વધુ પેકેજોને સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં ખાસ કરીને એવા રોગોને સામેલ કરવામાં આવ્યા છે જેનો ભોગ વયના લીધે વૃદ્ધો બનતા હોય છે. જ્યારે જાણકારી સામે આવી છે કે, યોજના ના વિસ્તરણ પછી લાભાર્થીઓની સંખ્યા માં ભારે વધારો થવાની શક્યતા રહેલી  છે. હાલમાં આ યોજનામાં 25 આરોગ્ય પેકેજને સામેલ કરવામાં આવેલ છે.

આ બાબતમાં વધુમાં જાણકારી સામે આવી છે કે, તબીબી નિષ્ણાતોની આગેવાની હેઠળની સમિતિ દ્વરા નિયમિતપણે AB-PMJAY ની સમીક્ષા કરવામાં આવે છે. તેમ છતાં આ મામલો ખાસ છે કારણ કે તેમાં પેટા જૂથ પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આ સમિતિ દ્વારા વૃદ્ધોને અસર કરતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર કામ કરવામાં આવશે. તેમાં ખાસ કરીને એવા રોગોને સામેલ કરવામાં આવ્યા છે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત હોય છે. તેઓ એક પેકેજ તૈયાર કરવાનો પ્રયત્ન કરશે તેના લીધે યોગ્ય સમયે સારવાર પ્રાપ્ત થઇ શકે.

રિપોર્ટ મુજબ, સ્ટ્રોક, હાર્ટ ફેલ, કેન્સર, અલ્ઝાઇમર અને ડિમેન્શિયા દ્વારા ઘણા વૃદ્ધ લોકો દ્વારા સામનો કરવામાં આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ ને સામેલ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એવી શક્યતાઓ રહેલી છે કે, વૃદ્ધો માટે તૈયાર કરવામાં આવતા પેકેજમાં આ રોગો અને જટિલતાઓ ની સારવાર ને સામેલ કરવામાં આવશે. વર્ષ 2018 માં શરૂ થયેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના કોઈપણ આવક જૂથના તમામ વૃદ્ધોને પાંચ લાખ રૂપિયા સુધી ની મફત સારવાર પ્રાપ્ત થશે.

 

Share This Article
Leave a comment