દિગ્ગજ ઉદ્યોગપતિ Ratan Tata નું 86 વર્ષની વયે નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Amit Darji

ટાટા સન્સના માનદ ચેરમેન અને દેશના મોટા ઉદ્યોગપતિ Ratan Tata નું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં ગઈ કાલ રાત્રી ના નિધન થયું છે. તેને લઈને સમગ્ર દેશમાં શોક પ્રસરી ગયો છે. તે છેલ્લા ચાર દિવસથી બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં સારવાર હેઠળ રહેલા હતા. એવામાં મંગળવારના તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગઈ કાલના તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ઘરે લવાયો હતો. જ્યારે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈ ના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રખાશે. ગુરુવાર સવાર ના 10 થી બપોર ના 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરવા માટે આવી શકશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કહેવામાં આવ્યું છે કે, રતન ટાટાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે.

તેની સાથે રતન ટાટાના પરિવાર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, અમે ખુબ દુઃખ સાથે શ્રી રતન એન ટાટાને વિદાય આપીએ છીએ. રતન એન ટાટાના પાર્થિવ દેહને ગુરુવાર 10 ઓક્ટોબર 2024 ના રોજ સવાર ના 10:30 વાગ્યાના NCPA લોન, નરીમાન પોઇન્ટ, મુંબઈ ખાતે લઈ જવાશે. તેનાથી સામાન્ય લોકો દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી શકશે. અમે સામાન્ય જનતાને ગેટ ત્રણ દ્વારા NCPA લોન માં પ્રવેશવા અને ગેટ 2 દ્વારા બહાર નીકળવા માટે વિનંતી કરીશું. પરિસરમાં પાર્કિંગની સુવિધા નહીં હોય. બપોર ના 3.30 કલાકે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાશે.

તમને જણાવી દઈએ કે, રતન ટાટાના મૃતદેહ માટે પોર્ટેબલ કોલ્ડ સ્ટોરેજ મોર્ગની વ્યવસ્થા કરાઈ છે. લોકોને તેમના અંતિમ દર્શન માટે આજે સાંજે ચાર વાગ્યા સુધી નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) માં લવાશે.

વધુમાં જણાવી દઈએ કે, પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા ના અવસાન પર શ્રદ્ધાંજલિ આપતા મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકાર દ્વારા ગુરુવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. રતન ટાટા ના અવસાન પર શોક વ્યક્ત કરતા ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પછાત રાજ્ય ને વિશ્વમાં ઓળખ અપાવનાર ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન પદ્મ વિભૂષણ રતન ટાટા ના અવસાન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કરાયો છે.

Share This Article
Leave a comment