રજનીકાંત-અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘Vettaiyan’ એ પ્રથમ દિવસે કરી આટલા કરોડની કમાણી…

Amit Darji

રજનીકાંતની ફિલ્મ Vettaiyan સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શનના આંકડા પણ સામે આવી ગયા છે. સેકનિલ્ક મુજબ, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારથી અભિનીત આ ફિલ્મે પ્રથમ દિવસે 18.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ લગભગ 11 કરોડ રૂપિયા રહેલું હતું. એડવાન્સ બુકિંગના લીધે ફિલ્મ શાનદાર ઓપનિંગ કરશે તેવી આશા રહેલી હતી. પરંતુ ફિલ્મ દ્વારા પ્રથમ દિવસે માત્ર 18 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગની કમાણી સાઉથમાંથી થયેલ છે. સાઉથ સિવાય દેશભરમાં ફિલ્મનું કલેક્શન ખાસ રહેલ નથી.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ રીલિઝ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, સાઉથની સુપરહિટ ફિલ્મ GOAT નો રેકોર્ડ તોડી નાખશે. પરંતુ હવે પ્રથમ દિવસના કલેક્શન મુજબ આ ફિલ્મ GOAT થી દૂર રહેલ છે. ગોટ ફિલ્મ દ્વારા પ્રથમ દિવસે 28 કરોડથી વધુની ઓપનિંગ કરવામાં આવ્યું હતું. Vettaiyan એ પ્રથમ દિવસે માત્ર 18 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે. જય ભીમ જેવી શાનદાર ફિલ્મ બનાવનાર દિગ્દર્શક ટીજે ઉનાવેલની આ ફિલ્મ હવે આ અઠવાડિયાના અંતે ઝડપ પકડે તેવી શક્યતા રહેલી છે.

અમિતાભ બચ્ચન અને રજનીકાંત 33 વર્ષ પછી ફિલ્મ Vettaiyan દ્વારા સાથે જોવા મળ્યા છે. ફિલ્મમાં રાણા દગ્ગુબાતીનો પણ મોટો રોલ રહેલો છે. તેની સાથે ફહદ ફાસીલ પણ મહત્વના રોલમાં જોવા મળવાના છે. ફિલ્મ રિલીઝ થયા બાદ સાઉથ સિનેમાના સ્ટાર્સ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં પહોંચ્યા હતા. આ સ્ટાર્સમાં ધનુષ અને થાલાપથી વિજય જેવા દિગ્ગજો સામેલ છે. આ સ્ટાર્સ પોતાના પરિવાર સાથે થિયેટરોમાં પહોંચ્યા અને ફિલ્મ જોઈ છે. હવે જોવાનું એ રહેશે કે, આ વીકેન્ડમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી ઝડપ પકડશે. શનિવાર અને રવિવારના ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળવાની શક્યતા રહેલી છે.

Share This Article
Leave a comment