હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. દેશભરમાં હવામાન વિભાગ દ્વારા તામિલનાડુ, કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં આજે એટલે 11 ઓક્ટોબરના રોજ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેની સાથે દેશની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં સામાન્ય હવામાન રહેવાનું છે.
હવામાનની આગાહી કરનાર એજન્સી સ્કાયમેટ મુજબ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દક્ષિણ મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં હળવો વરસાદ વરસી શકે છે.
આ સિવાય પશ્ચિમ હિમાલય, બિહાર, દક્ષિણ ગુજરાત અને ઓડિશા, ઉત્તર પૂર્વ ભારત છત્તીસગઢ, ઉત્તરાખંડ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે તામિલનાડુ, કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
તેની સાથે રાજધાની દિલ્હીમાં હવામાન શુષ્ક રહેવાનું છે. જ્યારે સવારના ગરમ અને સાંજ બાદ ઠંડમય વાતાવરણ રહેશે. જેના લીધે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21-22 ડિગ્રી વચ્ચે રહ્યું છે. જ્યારે આવું જ હવામાન આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા રહેલી છે. ત્યાર બાદ કેટલાક ફેરફારો જોવા મળશે. જ્યારે 15 ઓક્ટોબર બાદ દિલ્હીમાં શિયાળાનું આગમન થાય તેવી શક્યતા છે.