ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન દ્વારા પરમાણુ બોમ્બ ને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ કોરિયા અને અમેરિકા દ્વારા સાથે મળીને ન્યુક્લિયર એક સ્ટ્રેટેજિક પ્લોમિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેના લીધે ઉત્તર કોરિયાએ પણ પરમાણુ પર જવાબ આપવા માટે તૈયાર થવું જ પડશે. ઉત્તર કોરિયા તેની તમામ તાકાતથી દુશ્મનો પર તૂટી પડવા સક્ષમ તેમજ તૈયાર રહેલ છે અને જરૂરીયાત પડશે તો પરમાણુ શસ્ત્રો પણ વાપરવામાં અચકાશે નહીં.
તમને જણાવી દઈએ કે, અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી ને લઈને હવે એક મહિનાથી ઓછો સમય રહેલ છે એવામાં Kim Jong Un દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમ છતાં પરમાણુ શસ્ત્રો વાપરવાની ધમકી આપવી કોઈ નવી વાત નથી. તે અવારનવાર આવી ધમકી આપી ચુક્યા છે પરંતુ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી સમયે જ તેમણે આપેલી ધમકી ની વિશ્વના મહત્વના દેશો દ્વારા ખાસ નોંધ લેવામાં આવી છે.
દક્ષિણ કોરિયાના પ્રમુખ યુન સુક યેમોલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર દ્વારા આ તબક્કે આપેલી ધમકી પાછળ મહત્ત્વનું કારણ અમેરિકા ની પ્રમુખ પદની ચૂંટણી સમયે દુનિયાનું ધ્યાન તેમની તરફ ખેંચવા નું રહેલું હોઈ શકે છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ અમેરિકા દ્વારા દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ કરારો કરવામાં આવ્યા છે. જેમાં અમેરિકા દ્વારા દક્ષિણ કોરિયા ને પરમાણુ છત્ર પૂરૂ પાડવાની ખાતરી આપવામાં આવી છે. કારણ કે દક્ષિણ કોરિયા પાસે પરમાણુ શસ્ત્રો રહેલા નથી. અમેરિકા દ્વારા દક્ષિણ કોરિયા સાથે કરેલી આ પરમાણુ સમજૂતી ના લીધે ઉન દ્વારા આવી ખુલ્લી ધમકી આપવામાં આવી છે. નિરિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઉન થી ચેતતા રહેવું જરૂરી રહેલ છે. એવામાં તે શું કરશે અને તેને લઈને ચિંતા રહેલી છે.