ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ અક્ષય કુમારની થશે એન્ટ્રી? જાણો સમગ્ર સચ્ચાઈ…

Amit Darji

કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી આ દિવાળીમાં જોરદાર ધમાકો કરવાના છે. થોડા સમય પહેલા કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ હોરર કોમેડી ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલરમાં માધુરી દીક્ષિત, વિદ્યા બાલન અને નિત્યા મેનન જેવા સ્ટાર્સની ઝલક જોવા મળી છે. આ જ કારણ છે કે, ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ ને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ ને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે, ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ માં અક્ષય કુમાર પણ એક નાનકડો કેમિયો રોલ કરવા જઈ રહ્યા છે.

એક નામી ચેનલની રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ ને લઈને અક્ષય કુમાર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં અક્ષય કુમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તે આ ફિલ્મનો ભાગ રહેલ નથી. અક્ષય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ વિશે ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી છે. હું ફિલ્મ ‘Bhool Bhulaiyaa 3’ માં કોઈ કેમિયો કરવાના નથી.

અક્ષય કુમારના આ નિવેદને ચાહકોનું દિલ તોડી નાખવામાં આવ્યું છે. લોકોને આશા હતી કે, આ વખતે અક્ષય કુમાર કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, ભૂલ ભુલૈયા ના પ્રથમ પાર્ટમાં અક્ષય કુમાર દ્વારા શાનદાર એક્ટિંગ કરવામાં આવી હતી. આ જ કારણ છે કે, તે દરમિયાન અક્ષય કુમારની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ભૂલ ભુલૈયા ની સફળતા જોઈને જ મેકર્સ દ્વારા તેનો બીજો ભાગ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. હવે ટૂંક જ સમયમાં કાર્તિક આર્યન આ ફિલ્મના ત્રીજા ભાગ દ્વારા ધૂમ મચાવાના છે.

Share This Article
Leave a comment