રિલાયન્સ Jio સિમનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જાણ હોય કે, રિલાયન્સ જિયો દ્વારા જુલાઈ મહિનામાં તેના રિચાર્જ પ્લાનની કિંમતોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ, હવે કંપની દ્વારા ગ્રાહકોને મોંઘા પ્લાનમાંથી રાહત આપવામાં આવી છે. Jio દ્વારા પોતાના એક પ્લાનની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, રિલાયન્સ Jio એ જુલાઈ મહિનામાં પોતાના એક રિચાર્જ પ્લાનની કિંમત વધારીને 1199 રૂપિયા કરી દેવામાં આવી હતી. પરંતુ હવે Jio દ્વરા પોતાના યુઝર્સને રાહત આપવામાં આવી છે. કંપની દ્વારા હવે પ્લાનની કિંમત રૂ. 999 કરી દીધી છે. તો આવો તમને જણાવી દઈએ તેની સંપૂર્ણ જાણકારી…
Jio એ જુલાઈ મહિનામાં 999 રૂપિયાના પ્લાનની કિંમત વધારો કરતા 1199 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે કંપની દ્વારા તેની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને નવી કિંમત સાથે ફરીથી લોન્ચ કરવામાં આવ્યો છે. હવે યુઝર્સને 200 રૂપિયા ઓછા 999 રૂપિયાનો પ્લાન ઓફર કરવામાં આવેલ છે. રી લોન્ચ ની સાથે કંપની દ્વારા તેમાં ઉપલબ્ધ ઓફર્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, 1199 રૂપિયાનો પ્લાન યૂઝર્સને 84 દિવસની વેલિડિટી આપવામાં આવતો હતો. પરંતુ હવે તેની કિંમતમાં ઘટાડા સાથે ગ્રાહકોને વધુ વેલિડિટી પણ પ્રાપ્ત થઈ રહી છે. કંપની દ્વારા હવે 999 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 98 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. કંપની દ્વારા કિંમતમાં ઘટાડા સાથે ગ્રાહકોની સુવિધા માટે પ્લાન ની વેલિડિટી માં 14 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
કંપની એ ડેટા લાભમાં કર્યો ફેરફાર
Jio દ્વારા પ્લાનમાં મળનાર ડેટા લાભોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1198 રૂપિયાના પ્લાનમાં પહેલાં યુઝર્સને દરરોજ 3 GB ડેટા પ્રાપ્ત થતો હતો. પરંતુ હવે તેમાં તમે દરરોજ માત્ર 2 GB ડેટાનો ઉપયોગ કરી શકશો. તેનો અર્થે તમને 98 દિવસ માટે માત્ર 196 GB ડેટા પ્રાપ્ત થશે. તેમ છતાં આ પ્લાન અનલીમીટેડ 5G ડેટા સાથે આવે છે, તેથી જો તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી હોય તો તમે ફ્રીમાં અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકો છો.
Jio પોતાના ગ્રાહકોને અન્ય નિયમિત પ્લાનની જેમ વધારાના લાભો આપે છે. આ પ્લાન સાથે Jio Cinema, Jio TV અને Jio Cloud નું ફ્રી સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થાય છે.