Sanju Samson અને સૂર્યકુમાર યાદવની બાંગ્લાદેશ સામે શાનદાર બેટિંગ, Team India એ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

Amit Darji
PTI10_12_2024_000324A

ભારતીય ટીમે ત્રીજી T-20 મેચમાં બાંગ્લાદેશને શાનદાર રીતે 133 રનથી હરાવ્યું હતું. તેની સાથે Team India એ સીરીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ કરી લીધું હતું. ભારતીય ટીમના બેટ્સમેનો દ્વારા શાનદાર બેટિંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિયાન પરાગ ની મદદથી ટીમ ઈન્ડિયાએ 297 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

આ મેચમાં Team India ની શરૂઆત ખરાબ રહી હતી. જ્યારે ઓપનર અભિષેક શર્મા માત્ર ચાર રન બનાવી ને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ દ્વારા રન બનાવવાની જવાબદારી નિભાવી લેવામાં આવી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે 173 રનની ભાગીદારી થઈ હતી અને જે જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ત્યાર બાદ Sanju Samson એ શાનદાર બેટિંગ કરી અને 22 બોલમાં અડધી સદી ફટકારી અને ત્યાર બાદ 40 બોલમાં સદી ફટકારી હતી. તે ભારત માટે T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો હતો.

ભારતીય બેટ્સમેનો દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવતા ટીમ ઈન્ડિયાએ માત્ર 7.1 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા. ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમ દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો આ રેકોર્ડ રહેલો છે. આ અગાઉ વર્ષ 2019 માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની T-20 મેચમાં 7.6 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. હવે આ પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી T-20 મેચમાં ભારતીય ટીમે માત્ર 13.6 ઓવરમાં 200 રન નો આંકડો સ્પર્શી લીધો હતો. તેની સાથે ભારત દ્વારા પ્રથમ વખત ટી-20 મેચમાં આટલી ઝડપી ગતિએ 200 રન બનાવવામાં આવ્યા હતા.

ભારતીય યુવા ખેલાડીઓ એ સમગ્ર સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યાએ મહત્વના તક પર બોલિંગ અને બેટિંગમાં યોગદાન આપ્યું હતું. તેના મજબૂત પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારનાર સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. સમગ્ર સીરીઝમાં બાંગ્લાદેશની ટીમ ક્યાંય પણ ટીમ ઇન્ડિયા સાથે ટક્કર આપી શકી નહોતી અને સરળતાથી સીરીઝ હારી ગઈ હતી.

Share This Article
Leave a comment