Australia ટીમે રચ્યો ઈતિહાસ, મહિલા T-20 વર્લ્ડ કપમાં આવું કરનાર બની એકમાત્ર ટીમ

Amit Darji

મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની સેમિફાઇનલમાં Australia ટીમે જગ્યા બનાવી લીધી છે. ટીમે અંતિમ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ભારત ને 9 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે બોલરો અને બેટ્સમેનો દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા ની મહિલા ટીમ દ્વારા 151 રન બનાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 142 રન જ બનાવી શકી હતી.

મહિલા T-20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2009 માં કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી તેની આઠ આવૃત્તિઓ થઈ ચુકી છે અને આ 9 મી આવૃત્તિ રમાઈ રહી છે. ખાસ વાત એ છે કે, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ એકમાત્ર એવી ટીમ છે જેણે મહિલા T-20 વર્લ્ડ કપની દરેક એડિશનની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હોય. ઓસ્ટ્રેલિયા ની મહિલા ટીમ સિવાય અન્ય કોઈ ટીમ આવું કરવામાં સફળ રહી નથી.

ઓસ્ટ્રેલિયાની મહિલા T20 વર્લ્ડ કપમાં સફર :

2009 – સેમી ફાઇનલમાં પહોંચી

2010 – વિજેતા

2012 – વિજેતા

2014 – વિજેતા

2016 – રનર અપ

2018 – વિજેતા

2020 – વિજેતા

2023 – વિજેતા

2024 – સેમી ફાઇનલમાં પહોંચી

ગ્રુપ સ્ટેજની તમામ મેચમાં જીત

વર્તમાન મહિલા T-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ દ્વારા ગ્રૂપ સ્ટેજમાં રમાયેલી તેની તમામ મેચ જીતવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો ને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.

ઓસ્ટ્રેલિયાએ છ વખત ટાઇટલ જીત્યું

મહિલા T-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધુ વખત આ ટાઈટલ જીત્યું છે. ટીમ દ્વારા છ વખત (2010, 2012, 2014, 2018, 2020, 2023) ટ્રોફી જીતવામાં આવી છે. જ્યારે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે એક-એક વખત મહિલા T-20 વર્લ્ડ કપ નું ટાઈટલ જીત્યું છે. આ ત્રણ ટીમો સિવાય હજુ સુધી કોઈ ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી નથી.

 

Share This Article
Leave a comment