Munawar Faruqui પણ લોરેન્સ બિશ્નોઈ ના નિશાના પર? મુંબઈ પોલીસે સુરક્ષામાં કર્યો વધારો

Amit Darji

મુંબઈમાં શનિવાર ના એટલે 12 તારીખના રોજ અજિત પવાર જૂથના NCP નેતા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બાબા સિદ્દીકી ને ખૂબ જ નજીકથી જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક NCP નેતા ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગ સ્વીકારી લેવામાં આવી છે. તેની સાથે હવે સમાચાર સામે આવ્યા છે કે, લોરેન્સ બિશ્નોઇ ની ગેંગની રડાર પર કોમેડિયન Munawar Faruqui રહેલા છે.

જાણકારી મુજબ, કોમેડિયન Munawar Faruqui પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગના રડાર પર રહેલા છે. લોરેન્સ બિશ્નોઇ ની ગેંગના બે લોકો દ્વારા સપ્ટેમ્બરમાં ફારૂકી નો પીછો કરવામાં આવ્યો હતો. એવામાં હવે મુંબઇ પોલીસ દ્વારા કોમેડિયન મુન્નવર ફારૂકી ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સિવાય બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની પણ સુરક્ષા વધારી દેવાઈ છે.

તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દિકીની હત્યા બાદ પોલીસ દ્વારા બિશ્નોઈ ગેંગના નેટવર્કની સતત તપાસ કરવામાં આવી રહી છે. એવામાં જાણકારી સામે આવી છે કે, બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં સલમાન ખાન સિવાય મુનવ્વર ફારૂકી સહિત ઘણા નેતાઓ અને સેલિબ્રિટીઓના નામ પણ રહેલા છે. જાણકારી મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કોમેડિયન મુનવ્વર ફારૂકી બિશ્નોઈ ગેંગના નિશાનાથી બચી ગયો હોવાનું સામે આવ્યું છે. કોમેડિયન મુનવ્વર ફારૂકી એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈથી દિલ્હી ગયેલો હતો. મુનવ્વર જે ફ્લાઈટ માં રહેલો હતો. તેમાં લોરેન્સ બિશ્નોઈ ના બે શૂટર પણ રહેલા હતા. બંને જણાએ દક્ષિણ દિલ્હીની સૂર્યા હોટલમાં રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. મુનવ્વર પણ આ હોટલમાં જ રોકાયેલો હતો. દિલ્હી પોલીસની ટીમ પહેલાથી જ આ શૂટરોની તલાશમાં રહેલી હતી. કેમ કે, તેમના દ્વારા દિલ્હીના એક બિઝનેસમેનની પણ હત્યા કરી નાખવામાં આવી હતી.

તેના લીધે દિલ્હી પોલીસની ટીમને તે હોટલમાં શૂટર્સ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી હતી અને તેમના દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા મુનવ્વર ફારૂકી ને પણ ધમકી મળી હતી. જ્યારે પોલીસ દ્વારા ધમકી અને બિશ્નોઈ ગેંગના શૂટર્સ ના હોટલમાં રોકાયા ને તાર જોડવામાં આવ્યા ત્યારે પરિસ્થિતિ મેચ કરવામાં આવી હતી. ત્યારબાદ એવું માનવામાં આવ્યું હતું કે, આ બંને મુનવ્વર ફારૂકી ને શૂટ કરવાનો પ્લાન બનાવી ને અહીં આવ્યા હોય. જ્યારે આશંકા એટલા માટે પણ વ્યક્ત કરવામાં આવી હતી કેમ કે, મુનવ્વર ફારૂકી દ્વારા પોતાના શોમાં ધર્મને લગતા કટાક્ષ પણ કરવામાં આવ્યા છે. તેના પર પણ બિશ્નોઈ ગેંગની નારાજગી રહેલી છે. મીડિયા હાઉસ ના કેટલાક અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે, મુનવ્વર ગેંગના નિશાના પર રહેલ છે.

Share This Article
Leave a comment