હવામાન વિભાગની મોટી આગાહી, આજે આ જિલ્લાઓમાં જોવા મળશે વરસાદી માહોલ

Amit Darji

રાજ્યમાં હાલ વરસાદે વિદાય લીધેલી છે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં ફરી એક વખત સિસ્ટમ સક્રિય બનવાના લીધે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે.

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થયું છે અને આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની શક્યતા રહેલી છે. આ સક્રિય થયેલ સિસ્ટમના લીધે ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

તેની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને અમદાવાદમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, જેતપુર, અમરેલી, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના સિવાય સાબરકાંઠાના ઇડર, વડાલી પંથકમાં ભારે વરસાદના લીધે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તેના લીધે કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાની પહોંચે તેવી શક્યતા છે.

તેની ગઈ કાલના રાજ્યના 13થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં સવા 2 ઈંચ, સાવરકુંડલામાં 1 ઈંચ અને લાલપુરમાં પોણો ઈંચ વરસાદ રહ્યો હતો. જ્યારે ચોટીલા, દ્વારકા, વાંકાનેર, સાયલા, ડાંગ, ઉના, રાજુલા, ભેસાણ, ધરમપુર અને નિઝરમાં પણ વરસાદી માહોલ બન્યો હતો.

 

Share This Article
Leave a comment