ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન Virat Kohli આગામી ટેસ્ટ સીરીઝમાં જોરદાર પ્રદર્શન કરે તેવી આશા રહેલી છે. વિરાટ કોહલી પાસે હવે ટેસ્ટ ક્રિકેટમાં નવ હજાર રન પૂરા કરવાની શાનદાર તક રહેલી છે. તે આવું કરવાથી માત્ર 53 રન દૂર રહેલા છે. તેમ છતાં તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથા બેટ્સમેન છે. આ યાદીમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ટોચ પર રહેલ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 મી ઓક્ટોબર થી શરૂ થનારી ટેસ્ટ મેચમાં ભારતીય દિગ્ગજ તરફથી મોટી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિરાટ કોહલીએ ટેસ્ટની છેલ્લી આઠ ઇનિંગ્સમાં માત્ર એક જ વખત અડધી સદી ફટકારી છે. ડિસેમ્બર 2023 માં તેમણે સાઉથ આફ્રિકા સામે 76 રનની મજબૂત ઇનિંગ રમી હતી. જ્યારે બાંગ્લાદેશ સામે સમાપ્ત થયેલી બે મેચની ટેસ્ટ સીરીઝમાં પણ તે ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.
ચેન્નાઈ ટેસ્ટમાં ભૂતપૂર્વ કેપ્ટને પ્રથમ ઇનિંગમાં છ રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવ્યા હતા. જ્યારે કાનપુરમાં તેમણે પ્રથમ ઇનિંગમાં 47 રન અને બીજી ઇનિંગમાં 29 અણનમ રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ કરતા પહેલા ગંભીરે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, તે આગામી સિરીઝમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, Virat Kohli વિશે મારા વિચારો એકદમ સ્પષ્ટ રહેલા છે કે, તે વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે. તેમણે આટલા વર્ષોથી આટલું સારું પ્રદર્શન કર્યું છે. રનો ને લઈને તેમની ભૂખ તેવી જ છે જે ડેબ્યુ સમયે હતી. મને યાદ છે જ્યારે મેં તેમને ડેબ્યુ પર શ્રીલંકા સામે વિરાટ કોહલીની સાથે ભાગીદારી કરી હતી. તે સમયે તેમના અંદર રન બનાવવાની ભૂખ રહેલી હતી. આ ભૂખ તેને વર્લ્ડ ક્લાસ ક્રિકેટર બનાવે છે. મને ખાતરી છે કે, તે ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રન બનાવશે.
વિરાટ કોહલીએ આ વર્ષે ત્રણ ટેસ્ટ મેચ રમી છે અને તેમાં તેમણે એકપણ અડધી સદી ફટકારી નથી. ન્યુઝીલેન્ડ સામે તેના પ્રદર્શન પર નજર કરીએ તો તેમણે 11 ટેસ્ટ મેચમાં 45.57 ની એવરેજથી 866 રન બનાવ્યા છે. તેની સાથે જ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 211 રહ્યો છે. વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ સદી અને એટલી જ અડધી સદી ફટકારી છે.