રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે એવામાં હવે હવામાન વિભાગ દ્વારા Rain ને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જિલ્લાઓ માં આગામી અઠવાડિયામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ પાંચ દિવસ પછી વાતાવરણ સામાન્ય રહેવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 11 જિલ્લાઓ માં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ માં હળવો વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ સામે છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ વિસ્તારના છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ માં વરસાદની શક્યતા છે. આ સિવાય દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેની સાથે હવામાન વિભાગના નિષ્ણાંત એ. કે. દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડીપ ડિપ્રેશન ની સિસ્ટમ હવે ઓમાન તરફ ચાલી ગઈ છે. તેના લીધે ગુજરાતમાં આ સિસ્ટમની કોઈ અસર પડશે નહીં. તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આજે અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન રહેલું છે. જે સામાન્ય કરતા નીચું રહ્યું હતું. આગામી ચારથી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા રહેલી છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઈ ગયા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.
આ સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓ માં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.8 ઇંચ વરસાદ રહ્યો હતો. લોધીકામાં 1.5 ઇંચ અને ડાંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે થાનગઢમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. તેના સિવાય અન્ય 31 તાલુકાઓમાં 1 MM થી લઇ 20 MM સુધી વરસાદ વરસ્યો હતો.