Nigeria માં ઈંધણના ટેન્કરમાં સર્જાયો ભયાનક વિસ્ફોટ, 94 લોકોના મોત, 50 થી વધુને ઈજા

Amit Darji

Nigeria થી મોટા સમાચાર સામે આવ્યા છે. નાઇજીરિયામાં ઈંધણના ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટમાં 94 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં 50 થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, Nigeria માં એક ઈંધણ નું ટેન્કર રસ્તા વચ્ચે પલટી ખાઈ લીધી હતી. તેના લીધે લોકોનું ટોળું તેમાંથી તેલ ચોરવા માટે એકત્ર થઈ ગયું હતું. જ્યારે લોકો મોટી સંખ્યામાં ટેન્કર માંથી તેલ કાઢી રહ્યા હતા તે સમયે તેલના ટેન્કરમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં 94 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના ઉત્તરી નાઈજીરિયા ના જીગાવા રાજ્યમાં ઘટી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, પેટ્રોલ ટેન્કર પલટી જવાના લીધે આ દુર્ઘટના ઘટી હતી. વિસ્ફોટમાં 94 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

તેની સાથે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો પેટ્રોલ લેવા માટે વાહન તરફ દોડી આવ્યા હતા. જ્યારે આ વિડીયો જીગાવા રાજ્યમાં રાત્રીના થયો હતો. જેમાં ટેન્કર ડ્રાઈવર દ્વારા યુનિવર્સિટી નજીક ના હાઇવે પર વાહન પર કાબૂ ગુમાવી દેવામાં આવ્યો હતો. તેના લીધે ટેન્કરે પલટી ખાઈ લીધી હતી. ત્યાર બાદ રહેવાસીઓ પેટ્રોલ લેવામાં માટે પહોંચી ગયા હતા. એવામાં અચાનક ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. તેના લીધે 94 લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા.

Share This Article
Leave a comment