બોલીવુડ અભિનેતા Salman Khan ની હત્યાને લઈને આપવામાં આવી હતી 25 લાખની સોપારી, ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો

Amit Darji

બોલિવૂડ અભિનેતા Salman Khan ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવા બાબતમાં પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનને મહારાષ્ટ્રના પનવેલ સ્થિત તેના ફાર્મ હાઉસ પાસે મારવા નું ષડયંત્ર રચાયું હતું. સલમાન ખાનની હત્યા માટે 25 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો. આ સોપારી ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ દ્વારા આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા પાંચ લોકોના નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપી ઘટનાને અંજામ આપવા માટે એકે-47, એકે-92 અને એમ-16 જેવા ખતરનાક હથિયાર પાકિસ્તાનથી લાવવાની તૈયારીમાં રહેલા હતા.

તેની સાથે જણાવી દઈએ કે, તુર્કી મેડ જિગના પિસ્ટોલ પણ આ લોકો પાસે રહેલી હતી જેનો ઉપયોગ પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા મર્ડરમાં કરાયો હતો. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં આરોપી દ્વારા 18 વર્ષ કરતા પણ ઓછીં ઉંમરના લોકોને હાયર કરવામાં આવ્યા હતા. તેમના લોકો પુણે, રાયગઢ, નવી મુંબઇ, થાણે અને ગુજરાતમાં છુપાયેલા છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાન પર 60 થી 70 લોકો દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. બાંદ્રા હાઉસ, પનવેલ ફાર્મ હાઉસથી લઇને ગોરેગાંવ ફિલ્મ સિટી સુધી સલમાન ખાનની મૂવમેન્ટ પર નજર રખાતી હતી. ચાર્જશીટ મુજબ સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર ઓગસ્ટ 2023 થી એપ્રિલ 2024 દરમિયાન રચાયું હતું.

તમને જણાવી દઈએ કે, આ કેસમાં ગુરૂવારના જ પોલીસ દ્વારા આ કેસમાં સુક્ખા ની પાનીપત થી ધરપકડ કકરવામાં આવી છે જે લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ નો શૂટર રહેલ છે. સુક્ખા દ્વારા જ શૂટર અજય કશ્યપ ઉર્ફ એકે અને અન્ય ચાર લોકોને સલમાન ખાનને મારવાની સોપારી આપવામાં આવી હતી. ત્યાર બાદ કશ્યપ અને તેની ટીમ દ્વારા સલમાન ખાનની રેકી કરવામાં આવી હતી. આ લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, સલમાન ખાનની સુરક્ષા ટાઇટ રહેલી હોય છે. બુલેટપ્રુફ વાહન પણ તેમની સાથે જ રહે છે. એવામાં તેમની હત્યા માટે મારક ક્ષમતા ધરાવતા હથિયારોની જરૂરિયાત પડશે તેના લીધે આ લોકો દ્વારા હાઈ રેન્જ ધરાવતી બંદૂકોની શોધ કરવા લાગ્યા હતા.

તેની સાથે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હથિયારોની તપાસમાં સુક્ખા દ્વારા પાકિસ્તાનના હથિયાર તસ્કર ડોગરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેની સાથે વીડિયો કોલ પર વાત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનના તસ્કર દ્વારા એકે-47 સહિત કેટલાક હથિયાર બતાવવામાં આવ્યા હતા અને ડિલ પર વાત કરવામાં આવી હતી. ડોગર દ્વારા હથિયારોની સપ્લાય પર સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. સુક્ખા દ્વારા 50 ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું પણ જણાવ્યું હતું. તેના સિવાય બાકી પેમેન્ટ હથિયારોની ભારતમાં ડિલીવરી થયા બાદ આપવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ આરોપી આગળના એક્શન માટે કેનેડામાં વસેલા ગેન્ગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સ ના ભાઈ અનમોલ બિશ્નોઇ ના ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા.

 

Share This Article
Leave a comment