રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાત Ambalal Patel દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૨૪ તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 24 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જેમાં 22 ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનવાનું છે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત સર્જાઈ શકે છે. તેના લીધે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાના એંધાણ રહેલ છે.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધવાનું છે. તેના લીધે 22 થી 24 ઓક્ટોબર સુધી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાનું છે અને ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના લીધે બરફ પડવાનો છે. બરફ પડવાના લીધે ઠંડીમાં વધારો થવાનો છે.
તેની સાથે જણાવી દઈએ કે, ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. જેમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. તેના લીધે દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. તહેવારોમાં એટલે કે 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેવાનું છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનતા વરસાદની શક્યતા રહેલી છે.