યુદ્ધની ભૂમિ એવા Lebanon ને લઈને ભારતે મદદનો હાથ લંબાવ્યો, 33 ટન રાહત સામગ્રી મોકલી

Amit Darji

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ માં સામાન્ય Lebanon નાગરિકોને પણ હેરાની નો સામનો કરવો પડી રહ્યો છે. હજારો લેબનીઝ નાગરિકો બેઘર તેમજ નિરાધાર બની ગયેલ છે. તેમને દવા અને ખોરાક તેમજ કપડા જેવી રાહત સામગ્રીની અત્યંત જરૂરી રહેલી છે. તેના લીધે યુદ્ધની આગમાં સળગી રહેલા Lebanon ને ભારત દ્વારા માનવતા દાખવતા ઉદારતાથી રાહત સામગ્રી મોકલવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારત દ્વારા લેબનોન માટે 33 ટનથી વધુ રાહત સામગ્રી બેરૂત માટે મોકલવામાં આવી છે.

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લેબનોન ને કુલ 33 ટન તબીબી પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે. જેમાં પ્રથમ કન્સાઈનમેન્ટ તરીકે 11 ટન મેડીકલ સપ્લાય મોકલી દેવામાં આવ્યો છે. લેબનોનના નાગરિકોને ભારત તરફથી આ માનવતાવાદી સહાયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નિર્દેશ પર ભારત દ્વારા લેબનોનના નિર્દોષ નાગરિકોની આજીવિકા માટે અને આ દુઃખમાં તેમને હિંમત આપવા માટે આ મદદ મોકલવામાં આવી છે.

ઇઝરાયેલ ના હુમલા ના લીધે લેબનોન માં મોટી સંખ્યામાં નાગરિકો ઈજાગ્રસ્ત અને બીમાર પણ થઇ રહ્યા છે. તેના લીધે આ સમયે તેમના માટે તબીબી પુરવઠો સૌથી મોટી જરૂરિયાત હતી. તે કારણોસર ભારત દ્વારા મોકલવામાં આવેલ રાહત માલ સામગ્રીમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની વિશાળ શ્રેણી નો સમાવેશ થાય છે, જેમાં હૃદય સંબંધિત દવાઓ, NSAIDs, એન્ટી-ઇન્ફ્લેમેટરી એજન્ટ, એન્ટિબાયોટિક્સ અને એનેસ્થેટિક્સ નો સમાવેશ થાય છે.

 

Share This Article
Leave a comment