મુંબઈમાં તાજેતરમાં એનસીપીના નેતા અને માયાનગરીના પ્રખ્યાત ચહેરા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરાઈ હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી છે. હવે બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના પર બાબા સિદ્દીકીના કાવતરામાં સામેલ હોવાનો અને લોજિસ્ટિકલ સપોર્ટ આપવાનો આરોપ લાગ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં પાંચ નવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ વિશેની જાણકારી…
1. નીતિન ગૌતમ સપ્રે (32) ડોમ્બિવલી
2. સંભાજી કિશન પારબી (44) અંબરનાથ
3. રામ ફૂલચંદ કનૌજિયા (43) પનવેલ
4. પ્રદીપ તોમ્બર (37) અંબરનાથ
5. ચેતન દિલીપ પારધી (33) અંબરનાથ
શું છે આરોપ?
પોલીસ સુત્રો પાસેથી જાણકારી મળી છે કે, નીતિન અને રામ કનોજિયા આ બધા આરોપીઓના લીડર રહેલા હતા. આ લોકો દ્વારા ગોળીબાર કરનારા આરોપીઓને હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંને શૂટર ધર્મરાજ કશ્યપ અને શિવકુમાર ના સંપર્કમાં પણ રહેલા હતા. 2 મહિના સુધી કર્જત માં આરોપી સાથે રહ્યા હતા. તેને આરોપીઓને પૈસા અને સ્થાનિક મદદ પણ પૂરી પાડી હતી.
આરોપીઓ સામે કેસ નોંધાયેલ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓ આ કેસના આરોપીઓ ઝીશાન અખ્તર અને શુભમ લોંકર ના સંપર્કમાં પણ રહેલા હતા. ધરપકડ કરાયેલા આરોપી નીતિન વિરુદ્ધ હત્યા, હાફ મર્ડર અને આર્મ્સ એક્ટ ના ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે, રામ કુમાર પર પણ કેટલાક આરોપો નોંધાયેલા છે. આ હથિયારો આ આરોપીઓ ને સપ્ટેમ્બર મહિના ની આજુબાજુ આપવામાં આવ્યા હતા.
બાબા સિદ્દીકી ની હત્યા ને લઈને ગઈ કાલના પુત્ર ઝીશાન સિદ્દીકી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “મારા પિતા એ ગરીબ નિર્દોષ લોકોના જીવન અને ઘરની રક્ષા કરતા પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે મારો પરિવાર વ્યથિત છે, પરંતુ તેમના મૃત્યુનું રાજકારણ ન થવું જોઈએ અને ચોક્કસપણે વ્યર્થ જવું ન જોઈએ. મને ન્યાય જોઈએ છે, મારા પરિવારને ન્યાય મળવો જોઈએ.”