સાઉથના પ્રખ્યાત અમૂલ્યાના ભાઈ Deepak Aras નું 42 વર્ષની વયે કિડની ફેલ થવાના કારણે અવસાન

Amit Darji

કન્નડ અભિનેત્રી અમૂલ્યાના ભાઈ અને નિર્દેશક Deepak Aras નું ગુરુવારના રોજ અવસાન નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અમૂલ્યા સહિત સમગ્ર પરિવાર શોકમય વાતાવરણ બન્યું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા  કલાકારો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ, ‘માનસોલોજી’ અને ‘સુગર ફેક્ટરી’ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે પ્રખ્યાત દીપક આરસ એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે જઈ રહ્યા હતા. તેઓ લાંબા સમયથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. તેમની કિડની ફેલ થઈ ગઈ હતી અને તેઓ આરઆર નગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હતા.

તમને જણાવી દઈએ કે, દીપક આરસનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ માત્ર 42 વર્ષના રહેલા હતા. શુક્રવારના તેમના પૈતૃક ગામ નાગમંગલામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેને પત્ની અને બે બાળકો રહેલ છે. દીપકના અવસાનથી પુષ્ટિ તેની અભિનેત્રી બહેન અમૂલ્યા દ્વારા તેની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરીને કરવામાં આવી હતી અને તેનું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર સંબંધિત જાણકારી પણ આપી હતી.

તેની સાથે ભાઈ દીપક આરસ સાથેની તસ્વીર શેર કરતા સમયે અમૂલ્યા દ્વારા લખવામાં આવ્યું છે કે, “મારા પ્રિય ભાઈ દીપન્નાએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા અને અમને અલવિદા કહ્યું છે. આટલી નાની ઉંમરમાં તેમની વિદાયથી અમે દુઃખી છીએ. તમે હંમેશા અમારા હૃદયમાં દીપ અન્ના રહેશો.”

જ્યારે દીપક આરસની વાત કરીએ તો તેમને ‘સુગર ફેક્ટરી’ ને દિગ્દર્શિત કરી હતી. તે એક રોમેન્ટિક કોમેડી-ડ્રામા રહેલ છે આ ફિલ્મ 24 નવેમ્બર, 2023 ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ ગોવાના પબ કલ્ચરની આસપાસ ફરતી રહે છે. આ સિવાય તેમને ‘માનસોલોજી’ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું, જેમાં તેની બહેન અમૂલ્યા અને રાકેશ મુખ્ય ભૂમિકામાં રહેલા હતા. ફિલ્મમાં વાયોલિનવાદક શિહી માનસ સાથે ફોન પર વાત કર્યા પછી તેના પ્રેમમાં પડી જાય છે. ત્યાર બાદ કહાનીમાં એક વળાંક આવે છે જ્યારે તેના પિતા આ સમાચાર તેનાથી છુપાવવા માટે નક્કી કરે છે.

Share This Article
Leave a comment