ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી T-20 મેચમાં ઈતિહાસ રચવામાં આવ્યો હતો. સંજુ સેમસનની વિસ્ફોટક સદીની મદદથી ટીમ ઈન્ડિયા દ્વારા હૈદરાબાદમાં 6 વિકેટે 297 રન બનાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમ T-20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડી શકી નથી પરંતુ 20 ઓવરના ક્રિકેટમાં ટીમનો બીજો સૌથી વધુ સ્કોર બનાવી લીધો હતો. હવે બીજી ટીમ દ્વારા ટીમ ઈન્ડિયા જેવું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે આ ટીમ દ્વારા T-20 ક્રિકેટમાં ભારતના સ્કોરની નજીક આવીને નવો ઈતિહાસ રચ્યો છે.
તેમ છતાં આ ટીમ ટીમ ઈન્ડિયાની જેમ 300 રનના આંકડાને સ્પર્શી ન શકી, પરંતુ તેણે T-20 ક્રિકેટમાં ત્રીજો સૌથી મોટો સ્કોર બનાવી લીધો છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં નવો ઈતિહાસ સર્જનારી આ ટીમ કોઈ નવોદિત ટીમ નથી પરંતુ ક્રિકેટ જગતની જાણીતી ટીમ રહેલ છે. અમે વાત Zimbabwe ટીમની કરી રહ્યા છીએ, જેણે ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર B 2024 ની બીજી મેચમાં સ્કોરબોર્ડ પર 286 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે દ્વારા પાંચ વિકેટ ગુમાવીને આ વિશાળ સ્કોર બનાવવામાં આવ્યો અને T-20 ક્રિકેટમાં અફઘાનિસ્તાનને હરાવીને T20 માં ત્રીજો સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
T-20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવતી ટીમો
314/3 – નેપાળ વિ મોંગોલિયા, હાંગઝોઉ, 2023, એશિયન
297/6 – ભારત વિ બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
286/5 – ઝિમ્બાબ્વે વિ સેશેલ્સ, નૈરોબી, 2024
278/3 – અફઘાનિસ્તાન વિ આયર્લેન્ડ, દેહરાદૂન, 2019
278/4 – ચેક રિપબ્લિક વિ તુર્કિ, ઇલ્ફોવ કાઉન્ટી, 2019
268/4 – મલેશિયા વિ થાઈલેન્ડ, હાંગઝોઉ, 2023, એશિયન ગેમ્સ
267/3 – ઈંગ્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, તરોબા, 2023
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટ અને તદીવાનાશે મારુમાનીએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બેનેટે માત્ર 35 બોલમાં સાત સિક્સર અને આઠ ચોગ્ગાની મદદથી 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે મરુમાનીએ 37 બોલમાં પાંચ સિક્સર અને 10 ચોગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 145 રનની રેકોર્ડ ભાગીદારી રહી હતી. આ રીતે, ઝિમ્બાબ્વે ટીમ T-20 ક્રિકેટમાં ત્રીજો સૌથી વધુ સ્કોર બનાવવામાં સફળ રહી હતી.