પંજાબી ગાયક અને અભિનેતા Diljit Dosanjh દ્વારા ફરી એક વખત દેશનું નામ રોશન કરવામાં આવ્યું છે. તે કેનેડાના ‘બિલબોર્ડ મેગેઝીન’ ની પ્રથમ પ્રિન્ટ એડિશનમાં જોવા મળવાના છે. બિલબોર્ડ મ્યુઝીક ની સૌથી લોકપ્રિય અમેરિકન મ્યુઝિક મેગેઝિન છે અને કેનેડામાં તેની પ્રથમ આવૃત્તિ આ અઠવાડિયાના બહાર આવવાની છે. મેગેઝિનની પ્રથમ પ્રિન્ટ એડિશનમાં દિલજીત ના દિલ-લુમિનાટી પ્રવાસના સ્પેશિયલ કન્ટેન્ટ દેખાડવામાં આવશે.
શનિવારના રોજ બિલબોર્ડ કેનેડાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સમાચાર શેર કરવામાં આવ્યા હતા. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘દિલજીત દોસાંઝ બિલબોર્ડની વિશેષ આવૃત્તિમાં કવર-ટુ-કવર માં દેખાતા પ્રથમ ભારતીય કલાકાર તરીકે વૈશ્વિક ઈતિહાસ બનાવશે. આ પ્રતિષ્ઠિત પ્રકાશન માટે આ એક યાદગાર ક્ષણ રહેલ છે.’ તેમણે જણાવ્યું છે કે, વિશેષ આવૃત્તિમાં ‘દિલ લુમિનાટી’ પ્રવાસની તસ્વીરો, એક ઇન્ટરવ્યુ અને પડદા પાછળની કહાની દર્શાવવામાં આવશે. કેટલીક હસ્તાક્ષરિત નકલો પણ ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.
દિલજીત ના સંગીત કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું લોન્ચ
લંડનમાં દિલજીત ના કોન્સર્ટમાં મેગેઝીન કવર લોન્ચ કરાયું હતું. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ દિલજીત ના ચાહકો એ તેના વખાણ કરવાનું શરૂ કરી નાખ્યું હતું. એક યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે, ‘દિલજીત અમને તે પ્રતિનિધિત્વ આપી રહ્યા છે જેના આપણે લાયક છીએ.’
જ્યારે દિલજીત છેલ્લા ઘણા અઠવાડિયાથી અમેરિકા અને યુરોપના પ્રવાસ પર રહેલા છે અને તે ત્યાં પર્ફોર્મન્સ આપી રહ્યા છે. વિદેશ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ દિલજીત આ ઓક્ટોબરમાં તેના પ્રવાસના ભારતીય તબક્કાની શરૂઆત કરવાના છે. આ પ્રવાસ 26 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ થી શરૂઆત થશે. દિલ્હી બાદ તે હૈદરાબાદ, અમદાવાદ, લખનઉ, પુણે, કોલકાતા, બેંગ્લોર, ઈન્દોર, ચંદીગઢ અને ગુવાહાટી સુધી જશે.
દિલજીત દોસાંજ નું વર્ક ફ્રન્ટ
દિલજીત દોસાંજ ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘બોર્ડર 2’ માં જોવા મળવાના છે. જેમાં સની દેઓલ અને વરુણ ધવન પણ છે. સિક્વલ કથિત રીતે લોંગેવાલા ના યુદ્ધ પર આધારિત હશે, ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે. તાજેતરમાં તેણે ‘ભૂલ ભુલૈયા 3’ માટે પિટબુલ સાથે ટાઈટલ નંબર પણ ગાયું હતું.