ભારતમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં Jio, Airtel, Vi અને BSNL એ ચાર મુખ્ય ટેલિકોમ કંપનીઓ રહેલી છે. Jio હાલમાં સૌથી મોટી ટેલિકોમ કંપની રહેલી છે પરંતુ જ્યારથી કંપની એ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારથી સરકારી ટેલિકોમ કંપની BSNL ચર્ચામાં આવેલી છે. સસ્તા રિચાર્જ પ્લાન માટે કંપની દ્વારા સતત સસ્તા પ્લાન સાથે શાનદાર ઓફર્સ લાવવામાં આવી રહી છે. હવે BSNL તેના યુઝર્સ માટે 160 દિવસ માટે સૌથી સસ્તો પ્લાન લઈને આવી ગયું છે.
BSNL હાલના સમયમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ગ્રાહકોને સૌથી સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. સરકારી ટેલિકોમ કંપની ની પાસે ભલે યુઝર્સની સંખ્યા ઓછી હોય પરંતુ પોતાના સસ્તા પ્લાન થી કંપની Jio અને Airtel ને સતત ટક્કર આપી રહી છે. મોંઘા પ્લાનને લીધે લાખો લોકો Jio અને Airtel છોડીને BSNL માં ચાલ્યા ગયા છે.
એવામાં હવે BSNL દ્વારા એક એવો રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકોની વધતી માંગને જોતા BSNL દ્વારા લિસ્ટમાં 160 દિવસનો એક શાનદાર પ્લાન ઉમેરવામાં આવ્યો છે. BSNL ના આ પ્રીપેડ પ્લાને કરોડો મોબાઈલ યુઝર્સના ભારે ટેન્શનને દૂર કરી નાખ્યું છે. જો તમે BSNL સિમ નો ઉપયોગ કરો છો તો ચાલો તમને તેની ઓફર્સ વિશે જણાવીએ.
BSNL ના જે પ્રીપેડ રિચાર્જ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેમાં તમને ઘણી શાનદાર ઓફર્સ પ્રાપ્ત થઈ રહી છે. જો તમે એવા પ્લાન ની શોધમાં હતા જેમાં સૌથી ઓછી કિંમતમાં વધુ દિવસો ની વેલિડિટી પ્રાપ્ત થાય તો આ પ્લાન તમારા માટે સારો ઓપ્શન હોય શકે છે. BSNL દ્વારા તેના 160 દિવસના પ્લાનમાં યુઝર્સને સંપૂર્ણ વેલીડીટી માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ સુવિધા આપે છે. Jio Airtel ની જેમ આ પ્લાનમાં પણ તમને દરરોજ 100 ફ્રી SMS પ્રાપ્ત થાય છે.
ડેટા સાથે મળી રહી છે ઘણી ઓફર્સ
BSNL ના આ પ્લાનની સૌથી ખાસ વાત રહી એ છે કે, તમારે 160 દિવસ માટે 1000 રૂપિયા થી ઓછો ખર્ચ કરવો પડશે. આ પ્લાન માટે તમારે માત્ર 997 રૂપિયા ખર્ચ કરવા પડશે. જો આ પ્લાનના ડેટા બેનિફિટ્સ વિશે વાત કરીએ તો તમને 160 દિવસ માટે કુલ 320 GB ડેટા પણ મળી રહ્યો છે. એટલે કે, તમને દરરોજ 2 GB સુધી ડેટાનો ઉપયોગ કરી શકશો. BSNL ગ્રાહકોને પ્લાનમાં Hardy Games+Challenger Arena Games+ Gameon & Astrotell+Gameium+ Zing Music+WOW Entertainment નું ફ્રીમાં સબ્સ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે.