New Zealand ની ટીમે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 નો ટાઈટલ જીતી ઈતિહાસ રચ્યો છે. ૨૦ ઓક્ટોબરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમે સાઉથ આફ્રિકાને 32 રનથી હરાવી દીધું હતું. સાઉથ આફ્રિકાને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ રહેલો હતો, પરંતુ તે 9 વિકેટના 126 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ દ્વારા પ્રથમ વખત આ ટાઈટલ જીતવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાનું ટાઈટલ જીતવાનું સપનું ફરી તૂટી ગયું છે. ન્યુઝીલેન્ડની આ શાનદાર જીતમાં અમેલિયા કેરની મહત્વની ભૂમિકા રહી હતી. અમેલિયા કેર દ્વારા બેટથી 43 રન બનાવવામાં આવ્યા અને પછી ત્રણ વિકેટ પણ પોતાના નામે કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડની ટીમ ત્રીજી વખત મહિલા T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. સાઉથ આફ્રિકાની ટીમ દ્વારા સતત બીજી ફાઈનલ રમવામાં આવી રહી હતી પરંતુ આ વખતે પણ તેને નિરાશા જ લાગી હતી. ગયા વર્ષે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો વારો આવ્યો હતો. ફાઈનલ મેચમાં New Zealand ની કેપ્ટનશીપ સોફી ડિવાઈન દ્વારા કરવામાં આવી રહી હતી. લૌરા વૂલવર્ડ સાઉથ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ સંભાળવામાં આવી હતી.
તેની સાથે ટાર્ગેટનો પીછો કરતા સમયે સાઉથ આફ્રિકાની શાનદાર શરૂઆત સારી રહી હતી. કેપ્ટન વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સ દ્વારા મળીને પ્રથમ વિકેટ માટે 6.5 ઓવરમાં 51 રન જોડવામાં આવ્યા હતા. તેમ છતાં ઓપનિંગ પાર્ટનરશિપ તૂટતાં જ સાઉથ આફ્રિકાની ટીમ દબાણમાં આવી ગઈ અને નિયમિત અંતરે વિકેટો ગુમાવવામાં આવી હતી. આફ્રિકન ટીમ માટે કેપ્ટન વૂલવર્ડ દ્વારા સૌથી વધુ 33 રનની ઇનિંગ રમવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ ટીમ દ્વારા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 158 રન બનાવવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જ્યોર્જિયા મેલિયા કેર દ્વારા સૌથી વધુ 43 રન બનાવવામાં આવ્યા હતા. અમેલિયા કેરે 38 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બ્રુક હેલિડે દ્વારા 28 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 38 રન બનાવવામાં આવ્યા હતા. હેલિડે અને કેર વચ્ચે ચોથી વિકેટ માટે 44 બોલમાં 57 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ઓપનર બેટ્સમેન સુઝી બેટ્સ દ્વારા પણ 32 રનની ઉપયોગી ઇનિંગ રમવામાં આવી હતી. સાઉથ આફ્રિકા તરફથી એન મ્લાબા દ્વારા બે વિકેટ લેવામાં આવી હતી.