મુંબઈમાં શનિવાર ના એટલે 12 તારીખના રોજ અજિત પવાર જૂથના NCP નેતા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બાબા સિદ્દીકી ને ખૂબ જ નજીકથી જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક NCP નેતા ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગ સ્વીકારી લેવામાં આવી હતી. એવામાં બાબા સિદ્દકીની હત્યા બાદ બોલિવૂડ અભિનેતા Salman Khan ને એક અઠવાડિયા પહેલા ધમકી આપવામાં આવી હતી. જ્યારે હવે આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધમકી આપનાર વ્યક્તિ દ્વારા માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, મુંબઈ ટ્રાફિક પોલીસ ના વોટ્સએપ નંબર ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિ દ્વારા માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મેસેજ મોકલનાર વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના દ્વારા આ મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યો હતો અને તે તેના માટે તે માફી માંગે છે. હાલમાં પોલીસ દ્વારા આ મેસેજ મોકલનાર વ્યક્તિ નું ઝારખંડમાં લોકેશન શોધી કાઢવામાં આવ્યું છે અને તેની શોધમાં પોલીસની ટીમ ત્યાં પહોંચી પણ ગયેલ છે.
તેની સાથે જણાવી દઈએ કે, મેસેજ મોકલનાર વ્યક્તિ દ્વારા પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગની નજીક હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તે સલમાન અને લોરેન્સ વચ્ચે સમાધાન કરાવી દેશે. પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, મુંબઈ ટ્રાફિક પોલીસ ના વોટ્સએપ નંબર પર મળેલા ધમકીભર્યા મેસેજમાં સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઈ સાથેની લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની નો અંત લાવવા માટે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાન વિરુદ્ધ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટાંકી ને એક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેમાં સલમાન ખાન પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજ મોકલનાર દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટાંકી ને જણાવવામાં આવ્યું હતું કે, જો Salman Khan જીવતો રહેવા ઈચ્છે છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની સમાપ્ત કરવા ઈચ્છે છે તો તેણે પાંચ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, જો તે પૈસા નહીં આપે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ વધુ ખરાબ થઈ જશે.